અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા
અમદાવાદની સાથે સાથે હિંમતનગરની ફેક્ટરી અને ઘરમાં પણ દરોડા
હિંમતનગર-મોરબીથી લઈને રાજ્યની બહાર પણ તપાસનો રેલો
WatchGujarat.અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી સપાટો બોલાવ્યો છે. જેમાં તેમાં જાણીતી ટાઇલ્સ કંપની પર ઇન્કમટેક્સના દરોડા પાડ્યા છે. એક સાથે 200 જેટલા અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આવકવેરા વિભાગનાં દરોડાથી વેપારી આલમમાં ફફટાડ વ્યાપ્યો છે. મોરબી -હિંમતનગરથી લઇને રાજ્યની બહાર પણ તપાસનો રેલો પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એકસાથે 35થી 40 જગ્યાએ ITત્રાટક્યું છે. જાણીતી ટાઇલ્સ કંપનીની અમદાવાદના ઇસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર તપાસ થઇ રહી છે. તથા હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ કંપનીના અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં ITની ટુકડી પહોંચી છે. જેમાં અનેક નામાંકિત વેપારીઓને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. અને અમદાવાદ સહિત મોરબીમાં પણ આવકવેરા વિભાગની તપાસ પહોંચી છે. પોલીસના મોટા કાફલા સાથે ITનું ઓપરેશન થતા આવકવેરા વિભાગનાં લગભગ 200 જેટલા અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકસાથે 35થી 40 જગ્યાએ આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. જેથી વેપારી આલમમાં ફફટાડ વ્યાપ્યો છે. કંપનીના વેપારીના ઘર અને ઓફીસ સહિત અનેક જગ્યા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તપાસ કરી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે તપાસના અંતે મોટા પ્રમાણમાં બે નામી હિસાબો સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
- અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા
- અમદાવાદની સાથે સાથે હિંમતનગરની ફેક્ટરી અને ઘરમાં પણ દરોડા
- હિંમતનગર-મોરબીથી લઈને રાજ્યની બહાર પણ તપાસનો રેલો