• એરપોર્ટમાં પાર્કિંગના અભાવે એક કરતા વધુ ફ્લાઈટના પાર્કિંગ અને લેન્ડિંગ માટે સૌથી વધુ મુશ્કેલી પડતી હતી
  • હવે એરપોર્ટ પર એકસાથે પાંચ ફ્લાઇટ પાર્ક થઇ શકે તેવી સુવિધા આગામી દિવસોમાં શરૂ કરવા માટેનું એપ્રોન તૈયાર થયું
  • હવે મંજૂરી માટે રાહ જોવાઈ રહી છે,આ માટે ડીજીસીએની ટીમ નિરીક્ષણ માટે રાજકોટ આવી શકે છે

WatchGujarat.રાજકોટ એરપોર્ટ પરની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં એકસાથે પાંચ-પાંચ ફ્લાઈટ પાર્ક કરવાની સગવડ ઉભી કરવામાં આવતા મુસાફરોને મોટી રાહત મળશે. આયા પહેલા એરપોર્ટમાં પાર્કિંગના અભાવને કારણે એક કરતા વધુ ફ્લાઈટના પાર્કિંગ અને લેન્ડિંગ માટે સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. જેને લઈને છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ કરવાના અનેક ઉદાહરણ છે. ત્યારે હવે આ સુવિધા ઉભી થતા લોકોને રાહત મેળવી નિશ્ચિત છે.

જાણવા મળતી વિગત મુજબ, એરપોર્ટમાં પાર્કિંગના અભાવે એક કરતા વધુ ફ્લાઈટના પાર્કિંગ અને લેન્ડિંગ માટે સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. જેને લઇ વારંવાર અનેક ફ્લાઈટ રદ્દ કરવી પડતી હતી. આ અંગે લોકોને પડતી મુશ્કેલી અંગે ઉચ્ચકક્ષાએ પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ એરપોર્ટ તંત્રએ જરૂરી કામગીતી કરતા એરપોર્ટ પરની સુવિધામાં વધારો થયો છે. અને હવે એરપોર્ટ પર એકસાથે પાંચ ફ્લાઇટ પાર્ક થઇ શકે તેવી સુવિધા આગામી દિવસોમાં શરૂ કરવા માટેનું એપ્રોન તૈયાર થઇ ગયું છે. હવે મંજૂરી માટે રાહ જોવાઈ રહી છે. આ માટે ડીજીસીએની ટીમ નિરીક્ષણ માટે રાજકોટ આવીશકે છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળુ વેકેશન અને દેશમાં કોરોના કેસ ઘટતા લોકો ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન માત્ર માર્ચ માસની વાત કરીએ તો રાજકોટ એરપોર્ટ પરથી 62,264 મુસાફર નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીમાં 32,278 અને ફેબ્રુઆરીમાં 41,093 મુસાફર નોંધાયા હતા. આ પહેલા સૌથી વધુ મુસાફરો નવેમ્બર 2021માં 60,521 નોંધાયા હતા. આ સમયે દિવાળી તહેવાર હોવાને કારણે સામાન્ય દિવસો કરતા વધુ ટ્રાફિક રહ્યો હતો. ત્યારે આ સુવિધા વધારવામાં આવતા મુસાફરોને રાહત થશે.

Facebook Comments Box

Videos

Our Partners