• શહેરમાં કોરોના અને ઓમિક્રોનના સતત વધી રહેલા કેસ વચ્ચે વધુ એક ચિંતાની બાબત સામે આવી
 • અમદાવાદમાં Tuberculosis (ટી.બી.) ના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, એક વર્ષમાં 18 હજાર કેસ નોંધાયા
 • અમુક અંશે સાજા થયા બાદ કોર્સ પુરો કરતા ના હોવાથી દર્દીઓ ફરીથી ટીબીગ્રસ્ત બનતા હોવાનું તારણ
 • વર્ષ-2021ના વીતેલા વર્ષમાં ટી.બી. ના કારણે 800 થી વધુના મોત

WatchGujarat. હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટની દહેશત જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ સૌથી વધુ કોરોના અને ઓમિક્રોનના કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. દિવસે ને દિવસે વધી રહેલા કોરોના કેસના કારણે અમદાવાદના લોકો ચિંતામાં મૂકાયા છે. પરંતુ આ વચ્ચે અમદાવાદીઓ માટે વધુ એક ચિંતાજનક માહિતી સામે આવી છે. એક સમયે રાજરોગ તરીકે જાણીતા બનેલા ટી.બી.ના અધધધ કેસ શહેરમાં નોંધાયા છે. ટી.બી. રોગનું સંક્રમણ શહેરમાં ઝડપથી વધી રહ્યું છે.

ગુજરાતમાંથી ટી.બી.ના રોગને વર્ષ-2025 સુધીમાં નિર્મૂલન કરવાના ઉદ્દેશ વચ્ચે અમદાવાદમાં કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મહત્વનું છે કે વર્ષ-2021માં શહેરમાં ટી.બી.ના 18 હજાર કેસ નોંધાયા હતા. એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં ટી.બી.ના કારણે 800થી વધુ લોકોના મોત નિપજ્યા છે. હાલમાં પણ ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે. વર્ષ-2021ના વીતેલા વર્ષમાં અમદાવાદ શહેરમાં પબ્લિક સેકટરમાં ટીબીના 10089 દર્દી અને પ્રાઈવેટ સેકટરમાં 7802 દર્દી નોંધાયા હતા. જ્યારે પબ્લિક સેકટરમાં 609 અને પ્રાઈવેટ સેકટરમાં 271 દર્દીઓના મોત થયા હતા.

અમદાવાદમાં વોર્ડ વાઈસ ટી.બી.ના કેસ અને મોતના આંકડા નીચે મુજબ છે.

 • અમરાઈવાડી – 929 કેસ, 43 મોત
 • અસારવા – 1476 કેસ, 90 મોત
 • બાપુનગર – 610 કેસ, 32 મોત
 • બહેરામપુરા – 840 કેસ, 35 મોત
 • ભાઈપુરા – 672 કેસ, 39 મોત
 • ચાંદખેડા – 653 કેસ, 37 મોત
 • દાણીલીમડા – 874 કેસ, 39 મોત
 • ઘાટલોડીયા – 921 કેસ, 40 મોત
 • ઈન્ડિયા કોલોની – 688 કેસ, 37 મોત
 • ઈસનપુર – 754 કેસ, 36 મોત
 • જમાલપુર – 709 કેસ, 40 મોત
 • જોધપુર – 943 કેસ, 16 મોત
 • જુનાવાડજ – 768 કેસ, 28 મોત
 • નવાવાડજ – 847 કેસ, 31 મોત
 • નોબલનગર – 688 કેસ, 34 મોત
 • રખિયાલ – 1120 કેસ, 61 મોત
 • રાણીપ – 415 કેસ, 22 મોત
 • સૈજપુર – 569 કેસ, 33 મોત
 • શાહપુર – 549 કેસ, 24 મોત
 • વાસણા – 777 કેસ, 43 મોત
 • વટવા – 662 કેસ, 36 મોત
 • વેજલપુર – 857 કેસ, 48 મોત
 • વિરાટનગર – 804 કેસ, 36 મોત

અત્રે ઉલ્લેખનીય છે કે ટી.બી.નું ઝડપથી નિદાન થઈ શકે એ માટે અતિ ઉપયોગી એવી કાર્ટિઝ બેઝ ન્યુકલીક એસિડ એમ્પલિફીકેશન કીટના અભાવથી આ રોગના દર્દીઓ કયા સ્ટેજમાં છે એ અંગે ઝડપથી નિદાન થઈ શકતુ નથી. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રાજય સરકારના સહયોગથી શહેરના સાત ઝોનમાં ટી.બી.ના દર્દી શોધી તેમનું નિદાન કરવામાં આવ્યું રહ્યું છે. આ ઉપરાંત તમામ દર્દીઓને દવા અને સારવાર, શારીરીક તેમજ માનસિક અને સામાજિક રીતે અદ્યતન ટેકનોલોજીની મદદથી સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ આ તમામ પ્રયાસો છતાં ટીબીના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે પાછળ એક કારણ છે કે ટીબીના ઘણા દર્દીઓ અમુક અંશે સાજા થયા બાદ દવાનો કોર્સ પુરો કરતા નથી. જેના કારણે તેઓ ફરીથી ટીબીના રોગથી ગ્રસ્ત બની રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud