• રાજ્ય સરકારે વન્ય પ્રાણીના હુમલાથી થતી જાનહાનીના કિસ્સામાં મળતી સહાયના દરોમાં વધારો કર્યો
  • હવે વ્યક્તિ દીઠ માનવ મૃત્યુમાં સહાય દર રૂ. લાખની સહાય મળશે
  • માનવ ઈજા 40 ટકાથી 60 ટકા અપંગતા હોય તો લાખ રૂપિયા સહાય મળશે
  • વન્ય પ્રાણીના હુમલામાં પશુના મૃત્યુ થવા પર સહાય પશુદીઠ રહેશે

WatchGujarat. ગુજરાતના અમરેલી અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં અનેક વાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોય છે. જેમાં ઘણીવાર આ વન્ય પ્રાણીઓ માનવ અને પશુઓને શિકાર બનાવતા હોય છે. તાજેતરમાં જ જૂનાગઢના આજક ગામમાં સિંહ ઘૂસી આવ્યો હતો. જેને હુમલો કરતા ગામનો એક યુવક ઘાયલ પણ થયો હતો. વન્ય પ્રાણીના હુમલાથી થતી જાનહાનીના કિસ્સામાં સરકાર દ્વારા સહાયની રકમ આપવામાં આવતી હોય છે. રાજ્ય સરકારે હવે આ સહાયના દરોમાં વધારો કર્યો છે.

મળતી વિગતો અનુસાર રાજ્ય સરકારે વન્ય પ્રાણીના હુમલાથી થતા માનવ મૃત્યુ અથવા ઈજા તથા પશુ મૃત્યુ અંગે સહાયના દરોમાં વધારો કર્યો છે. જેમાં વ્યક્તિ દીઠ માનવ મૃત્યુમાં સહાય દર લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માનવ ઈજા 40 ટકાથી 60 ટકા અપંગતા હોય તો લાખ રૂપિયા સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વન્ય પ્રાણીના હુમલામાં જો વ્યક્તિને ઈજા થઈ હોય અને દિવસ કે તેથી વધુ સમય હૉસ્પિટલમાં રહે તો સરકાર દ્વારા લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે.

વન્ય પ્રાણીઓ દ્વારા થતાં હુમલામાં ઘણી વખત પશુઓનો શિકાર થતો હોય છે. આવા કિસ્સામાં પશુના મૃત્યુ થવા પર સહાય પશુદીઠ રહેશે. જેમાં દુધાળા પશુને ગાય-ભેંસ માટે 50 હજાર રૂપિયાઉંટ માટે 40 હજાર રૂપિયાઘેંટા બકરા માટે હજાર રૂપિયા તો બિન–દુધાળા પશુ ઉંટ–ઘોડા- બળદ માટે 25 હજાર રૂપિયાની સહાય રકમ નક્કી કરવામાં આવી છે.

ક્યાં-ક્યાં વન્ય પ્રાણીઓના હુમલામાં મળશે સહાય

અત્રે ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં દર્શાવેલ વન્ય પ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ પ્રાણીઓ સિહંવાઘદીપડારીંછમગરવરૂજરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ કે ઈજા કે પશુ મૃત્યુ થયું હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા વળતર ચૂકવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવા દરોનો અમલ તા.5 મી જાન્યુઆરીથી કરાશે. આ ઠરાવ બહાર પાડતા પહેલાંના બનાવોમાં જો કોઇ વળતર ચુકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચુકવવાનું રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud