WatchGujarat. IND vs BEL Hockey: ટોક્યો ઓલિમ્પિકમાં હોકીની બીજી સેમીફાઇનલમાં ભારત બેલ્જિયમ સામે હારી ગયું હતું. શરૂઆતી લીડ હોવા છતાં ભારતીય ટીમે મેચ પોતાના હાથમાંથી ગુમાવી દીધી હતી. દુનિયાની નંબર બે ટીમ બેલ્જિયમે ભારતને ખરાબ રીતે કચડી નાંખ્યું, પરંતુ તેના વિજેતા રથને અટકાવીને ફાઇનલની ટિકિટ પણ મેળવી લીધી છે. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમની આક્રમક રમત સામે ભારતીય ડિફેન્સ ક્યાંય ટકી શકયા નહીં અને 2-5 થી હારી ગયા. જોકે, ભારતીય પુરૂષ ટીમે પાસે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાનો મોકો બાકી છે. આ અહેવાલમાં આપણે ભારતની હારના મુખ્ય કારણોને સમજીએ છીએ.

બેલ્જિયમે વીંધ્યું ભારતીય ડિફેન્સ

ભારતીય પુરૂષ હોકી ટીમે તેમની મોટાભાગની મેચોમાં ભલે જોરદાર પ્રદર્શન કર્યું હોય, પરંતુ નિર્ણાયક સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમનો સંરક્ષણ સંપૂર્ણપણે વિખેરાયેલો જોવા મળ્યો હતો. તેનો ફાયદો ઉઠાવીને વિશ્વની નંબર બે ટીમ બેલ્જિયમે સતત ગોલ કર્યા, જેના કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો.

સતત પેનલ્ટી કોર્નર આપવા

પહેલા હાફમાં ભારતે એક સમયે 2-1ની લીડ બનાવી રાખી હતી, પરંતુ તે પછી ટીમે સતત અનેક ભૂલો કરી હતી. આવી સ્થિતિમાં બેલ્જિયમને પેનલ્ટી કોર્નર મળતા રહ્યા અને તેમને ગોલમાં રૂપાંતરિત કરતા રહ્યા. જયારે, ભારતના ખાતામાં પણ ઘણા પેનલ્ટી કોર્નર આવ્યા, પરંતુ ભારતીય ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.

વધુ ડિફેન્સ:

ભારતીય ટીમે છેલ્લી ઘડીએ વધારે પડતો ડિફેન્સ નજર આવી. તેમના ખમીયાજા તેને બેલ્જિયમને 14 પેનલ્ટી કોર્નર આપીને ભોગવવું પડ્યું. ભારતીય ટીમ મોટા ભાગે તેના D માં જ રહી અને એક પછી એક ભૂલો કરતી રહી.

બેલ્જિયમ ખૂબ જ આક્રમક

વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે પાંચ ગોલ કર્યા, જેમાં ચાર પેનલ્ટી કોર્નરથી અને એક પેનલ્ટી સ્ટ્રોકથી આવી. તેની તરફથી એલેક્ઝાન્ડર હેન્ડ્રિક્સે હેટ્રિક ફટકારી અને ટુર્નામેન્ટમાં 10 થી વધુ ગોલ કરવામાં સફળ રહ્યો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud