સાણંદ તા.પંચાયતના પરિણામ પહેલા માઠા સમાચાર આવ્યા હતા
તા.પંચાયતના પીપળના ઉમેદવારનું નિધન, મતગણતરી બાદ તેઓ વિજેતા જાહેર કરાયા
ફેફસાની બીમારીથી લીલાબેન ઠાકોરનું નિધન
WatchGujarat. સાણંદ તાલુકા પંચાયતના પરિણામ પહેલા માઠા સમાચાર સામે આવ્યા હતા. સાણંદ તાલુકા પંચાયતના પીપળના ઉમેદવારનું નિધન થયું હતું. ફેફસાની બિમારીથી અપક્ષના ઉમેદવાર લીલાબેન ઠાકોરનું નિધન થતા સમર્થકોમાં રોષની લાગણી વ્યાપી હતી. પીપળ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે ત્રિ-પાંખિયો રાજકીય જંગ થયો હતો. જો કે મતગણતરી બાદ તેઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રાથમીક માહિતી પ્રમાણે, લીલાબેન ઠાકોરને ફેફસાની બિમારી હોવાના કારણે મતદાન બાદ તેઓનું મૃત્યુ થયું હતું. જો કે મતગણતરીમાં અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ, તાલુકા પંચાયતના મહિલા ઉમેદવાર ચુંટણી જીત્યા, પરંતુ જીંદગી સામેનો જંગ હારી ગયા હતા. જેને લઇને વિસ્તારના લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.