• હવેથી 100 કિલો સુધીનો સામાન ઘરેથી લઈ જવા રેલવે તંત્રએ તૈયારી કરી
  • સુરતમાં રેલવે ડોર ટુ ડોર પાર્સલ સેવા શરૂ કરાશે, ભારતીય રેલવેનો પ્રથમ પ્રયાસ
  • દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા ગુરૂવારથી શરૂ થશે
  • પોસ્ટ વિભાગે પાર્સલની હોમ ડિલિવરી કરવાનો આરંભ કર્યો, આજથી બુકિંગ શરૂ

WatchGujarat. રેલવે દ્વારા પાર્સલ સેવા વધુ સરળ બનાવવા માટે એક નવો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત હવેથી રેલવે તંત્ર તમારા ઘરેથી માલસામાન લઈ જશે અને મૂકી પણ જશે. મળતી વિગતો અનુસાર સુરતમાં રેલવે ડોર ટુ ડોર પાર્સલ સેવા શરૂ કરવામાં આવનાર છે. દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા ગુરૂવારથી સુરત રેલવે સ્ટેશનથી શરૂ થવા જઈ રહી છે. જેનું આજ રોજથી બુકિંગ શરૂ થઈ ગયું છે.

પોસ્ટ વિભાગે પાર્સલની હોમ ડિલિવરી કરવાનો આરંભ કર્યો

મીડિયા અહેવાલ મુજબ ગળાકાપ સ્પર્ધા વચ્ચે ટકી રહેવા પોસ્ટ વિભાગે પાર્સલની હોમ ડિલિવરી કરવાનો આરંભ કર્યો છે. જેમાં ભારતીય રેલવે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ અહીં સુરત રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તાપ્તી ગંગા ટ્રેન દ્વારા પોસ્ટલ સેવાને વારાણસી માટે રેલ રાજ્યમંત્રી દર્શના જર્દોષ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. મહત્વનું છે કે દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા ગુરૂવારથી સુરત રેલવે સ્ટેશનની નવી સુરત ટર્મિનલ ઓફિસથી શરૂ થવા જઈ રહી છે.

કઈ રીતે કાર્યરત થશે ડોર ટૂ ડોર પાર્સલ સેવા

સુરત રેલવે દ્વારા 35 કિલોથી 100 કિલો સુધીના માલસામાન માટે ડોર ટુ ડોર સેવા પૂરી પાડવામાં આવશે. શહેરની સીમા હેઠળ આવતી બુકિંગ વસ્તુઓ તેમના ઘરેથી એકત્રિત કરવામાં આવશે અને રેલવે સ્ટેશન પર લાવવામાં આવશે. અને રેલવે દ્વારા નિર્ધારિત સ્થળ પર મોકલવામાં આવશે. આ માટે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પરની જૂની પાર્સલ ઓફિસમાં ફેરફાર કરીને દેશની પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સર્વિસ સુરત ટર્મિનલ ઓફિસ બનાવવામાં આવી છે. જ્યાં બે કાઉન્ટર અને લોન્જ બનાવવામાં આવ્યા છે. તથા સુરતથી વારાણસી વચ્ચે પ્રથમ રેલ ડાકનો પહેલો રૂટ રહેશે. તથા તાપ્તિગંગા ટ્રેનમાં રેલવે દ્વારા એક અલગ કોચ ઉમેરવામાં આવશે જે સુરતથી વારાણસી વચ્ચે રહેશે. અને તેમાં પોસ્ટલ સર્વિસનું બુકિંગ કરવામાં આવશે.

ભારતીય રેલવે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ અહીં સુરત રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે તેનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. જોકે બુકિંગ રેટ આજે નક્કી કરવામાં આવશે. તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ ડોર ટૂ ડોર પાર્સલ સેવાના કારણે લોકોને ઘણી સુવિધા મળશે. અને પાર્સલ સેવા તેમના માટે વધુ સરળ બની રહે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જો કે ભારતીય રેલવે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ સફળ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું.

Facebook Comments Box

Videos

Our Partners