• રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ખેડૂતો બળદ બન્યા
  • ખેડૂત પોતે બળદની જગ્યાએ હળ ચલાવી વિરોધ કર્યો
  • ખેડૂતોનો આ વિરોધ સરકાર સુધી પહોંચશે ?

WatchGujarat.ગુજરાતમાં દિન પ્રતિદિન વધતી મોંઘવારી અને પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, ખાતરના ભાવો વધી રહ્યાં છે. ત્યારે આ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ પરિવાર હેરાન પરેશાન થયેલા છે. તો પરિવારનુ ગુજરાન કઈ રીતે ચલાવવુ એ પણ એક મોટો પ્રશ્ન છે. તથા મહિલાઓનુ બજેટ ખોરવાઈ ગયુ છે તો નાના મોટા વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલના ભાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ખેડૂતો બળદ બન્યા છે. જેમાં મોંઘવારીએ ખેડૂતોને પણ રડાવ્યા છે. તેમાં પેટ્રોલ, ડીઝલ, ખાતરના ભાવો વધ્યા અને ખેત વિજળીના ધાંધીયાથી કંટાળીને ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે.

ધોરાજીના ખેડૂતો પેટ્રોલ ડીઝલના ભાવોમા તોતીંગ વધારો અને સમયસર ખેત વિજળી નથી મળતી ત્યારે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પેટ્રોલ ડીઝલ તથા ખાતરના ભાવો વધતા ખેડૂતો ચિંતાજનક પરિસ્થિતિમા મુકાઇ ગયા છે. ખેતરમા વપરાતા વિવિધ સાધનો જે પેટ્રોલ ડીઝલથી ચાલતા હોય છે. તેમાં પેટ્રોલ ડીઝલ નાખવુ પોસાય તેમ નથી. તથા ખેત વિજળી આપવામા પણ તંત્રના ધાંધિયાથી કંટાળીને આજરોજ ધોરાજીના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

જેમા ખેતરમા વપરાતા બળદ હળનો ઉપયોગ કરવાને બદલે ખેડૂત પોતે બળદની જગ્યાએ હળ ચલાવી રહ્યાં છે. તથા હળમા બળદની જગ્યાએ ખેડૂત પોતે બળદ બનીને હળ ખેતરમાં ચલાવતા નજરે ચડી રહ્યાં છે. તેમાં મઘર ઇન્ડિયા ફિલ્મનું દ્રશ્ય જોવા મળેલ છે. અને સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે આવો અનોખો વિરોધ પ્રદર્શન કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલ મોંઘુ થતુ જાય છે ખાતરના ભાવો વધતા જાય છે. ત્યારે ખેડૂતોને ખેતી કરવી પોસાય તેમ નથી. તનતોડ મહેનત કરી ખેડૂતો પાક કરતા હોય છે. ત્યારે મોંઘવારી તથા પેટ્રોલ ડીઝલના ભાવોમા તોતીંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. તો બીજી બાજુ ખેડૂતોને સમયસર વિજળી મળતી નથી. ખેત વિજળીમા પણ ધાંધિયા જોવા મળે છે. માટે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners