• પૂર્વ આઇપીએસ અધિકારી હરિકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાઇ શકે
  • 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી ટિકીટ આપે તેવી સંભાવના
  • જૂન મહિનામાં પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જમાંથી નિવૃત્ત થયા

WatchGujarat. સામાન્ય રીતે કોઇ ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ રાજકારણથી દૂર રહેતા હોય છે પરંતુ રાજકારણીઓ સાથે મળીને કામ કરતા હોય છે. અમુક ઉચ્ચ અધિકારીઓ નિવૃત્ત થયા બાદ રાજકારણમાં જોડાયા છે. જે તે સમયે અધિકારીઓ ભલે સરકારની સાથે ન હોય પરંતુ નિવૃત્તિ લીધા બાદ રાજકારણમાં જોડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો. પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓે અને નિવૃત્ત આઇએએસ ઓફિસરોને પણ રાજકીય પાર્ટી અને ચૂંટણીનો ચસકો લાગ્યો છે. ધીમે-ધીમે અધિકારો અને ઓફીસરોની નિવૃત્તિ લીધા બાદ રાજકારણમાં પગ પેસારો કરવાની સંખ્યા વધતી જાય છે.

તેવી રીતે જૂન મહિનામાં નિવૃત્ત થયેલા વડોદરા પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ પણ આવનાર દિવસોમાં રાજકારણમાં જોવા મળે તો નવાઇ નહીં. એટલું જ નહીં હરિકૃષ્ણ પટેલ 2022ની વિધાનસભાની ચૂંટણી પણ લડી શકે છે. કારણ કે ગુજરાત પોલીસનાં વધુ એક પૂર્વ આઇપીએસ અધિકારી હરિકૃષ્ણ પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ રહ્યાં છે. જેમને વિધાનસભાની 2022મા ચૂંટણીમાં પાર્ટી ટિકીટ આપે તેવી પણ સંભાવના છે.

ગુજરાત ક્રેડરનાં 1999ની બેંચના આ આઇપીએસ અધિકારી પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જમાંથી આ વર્ષે જૂન મહિનામાં વયનિવૃત્ત થયાં છે. અમરેલી જિલ્લાનાં વતની એવા હરિકૃષ્ણ પટેલનું તાજેતરમાં પાર્ટીનાં એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમણે ખુદ પણ ભાજપમાં જોડાવાનો સંકેત આપ્યો છે. એટલે  2022ની વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ  આઇપીએસ અધિકારી હરિકૃષ્ણ પટેલ એક રાજકીય નેતા તરીકે જોવા મળી શકે છે.

Facebook Comments Box

Videos

Our Partners