• વનરક્ષકની પરીક્ષામાં પેપર લીક થવાનો મામલો
  • પરીક્ષા શરૂ થયા પહેલા જ આરોપીને ધાબે બેસાડ્યો ચોંકાવનારો ખુલાસો
  • માયા ઉર્ફે મનીષાને પાસ કરાવવા ષડયંત્ર રચાયું હોવાનું સામે આવ્યું
  • પેપરકાંડમાં રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય સૂત્રધાર

WatchGujarat. ગુજરાતમાં છેલ્લા થોડા મહિનામાં સરકારી નોકરીની પરિક્ષામાં પેપર ફૂટ્યુ હોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગઈ કાલે વધુ એક પેપર લીક કાંડ ઝડપાતા હોબાળો મચ્યો છે. મીડિયા અહેવાલ મુજબ ગઈકાલે રવિવારે રાજ્યભરમાં વનરક્ષકની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ઉનાવા મીરા દાતાર હાઇસ્કૂલમાં પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં વહીવટી તંત્ર દ્વારા ઉમેદવાર પાસેથી સાહિત્ય પકડાયું હતું અને કોપી કેસની ઘટના સ્વીકારી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે હવે આ કથિપ પેપરકાંડમાં કાર્યવાહી હાથ ધરાતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

વનરક્ષક કથિત પેપરકાંડમાં ચોકાવનારો ખુલાસો

પેપરકાંડના આ સમગ્ર કૌભાંડ મુદ્દે વિસનગર ડીવાયએસપી ને તપાસ સોંપાઈ છે. આ મામલે ઉનાવા પોલીસ મથકમાં 8 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે વનરક્ષક પેપર કાંડમાં 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં આ કથિત પેપરકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા રીપોર્ટ મુજબ આરોપીઓએ માયા ઉર્ફે મનીષાને પાસ કરાવવા આ ષડયંત્ર રચ્યું હતું. આરોપી સુમિતને પરીક્ષા શરૂ થાય તે પહેલા સવારે 9 વાગ્યે શાળાના ધાબે બેસાડ્યો હતો. અને પેપર સોલ્વ કરવાની જવાબદારી સુમિત ચૌધરીને સોંપાઈ હતી.

પરીક્ષા શરૂ થયા પહેલા જ આરોપીને ધાબે બેસાડ્યો હતો

શાળાના પટાવાળાએ પેપરનો ફોટો રાજુ અને સુમિતને મોકલ્યો હતો. તેમાં રવિ મકવાણા નામનો વિદ્યાર્થી જોઈ જતાં તેને પણ જવાબ આપ્યા હતા. તથા સુપરવાઈઝરને પણ માયાને પાસ કરાવવા મદદ કરી હતી. તથા રવિ મકવાણા પકડાઈ જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં માયા ઉર્ફે મનીષા ચૌધરીએ જવાબો સાથે પેપર લખી નાખ્યું હતું., જેમાં હોબાળો થતા પટાવાળએ કાગળ સળગાવી દીધા હતા. હાલમાં મળતી વિગતો અનુસાર આ એક જ ગામના 3 ઉમેદવારને પાસ કરાવવાનું ષડયંત્ર હતું. આ ઘટનામાં શાળાનો શિક્ષક રાજુ ચૌધરીએ પરીક્ષાર્થી મૌલિક ચૌધરી, જગદીશ ચૌધરી અને મનીષા ચૌધરીને મદદ કરવા માટે 26 માર્ચના રોજ પ્લાન ઘડ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ મામલે રવિ નામનો ઉમેદવાર પકડાઈ જતાં કૌભાંડ ખુલ્યું છે. તેમજ રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય સૂત્રધાર હોવાનો પણ ખુલાસો થયો છે. એટલું જ નહીં શાળાના પટાવાળા અને સુપરવાઝરની પણ સંડોવણી બહાર આવતા અનેક સવાલો ઉઠ્યા છે.

આ પેપરલીક કૌભાંડને કારણે રાજ્યભરમાં વિવાદ સર્જાયો છે. તેમજ વિધાનસભા સંકુલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તથા પેપરલીક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ નારેબાજી કરી હતી. જેમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરતા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ટેકેદારોને પ્રેવશ ન આપતા ધારાસભ્યો દ્વારા વિરોધ કરાયો હતો. આ મામલે ઝડપાયેલા 8 આરોપીઓને આજે સાંજે ઊંઝા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યારે સરકારી ભરતી પરીક્ષામાં વારંવાર બનતા પેપર ફૂટવાના બનાવને પગલે પરીક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા થાય છે.

Facebook Comments Box

Videos

Our Partners