• જામનગર મનપાની બિલ્ડિંગમાં છેલ્લા 5 દિવસથી મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ હતી
  • શહેરના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ મુદ્દે અગાઉ અનેક રજૂઆત કરવામાં આવી હતી
  • રજૂઆત છતાં કોઈ ઉકેલ  આવતાં મહિલા કોર્પોરેટરના બાથરૂમમાં બેસીને ધરણાં
  • મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો

WatchGujarat. જામનગરમાં એક મહિલા કોર્પોરેટર દ્વારા મનપાની કચેરીના મહિલા વોશરૂમમાં બેસીને ધરણા કરવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. મળતી વિગતો અનુસાર જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં છેલ્લા કેટલાય દિવસથી મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ છે. આ મુદ્દે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ રજૂઆત બાદ કોઈ ઉકેલ ન આવતા કોર્પોરેટર રચનાબેન દ્વારા મજબૂરીવશ બાથરૂમમાં બેસીને ધરણા કરવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં એક મહિલા વોશરૂમમાં છેલ્લા 5 દિવસથી પાણી બંધ હાલતમાં છે. જેના કારણે કચેરીમાં કાર્ય કરતી મહિલાઓ અને સગર્ભાઓને ભારે મુશ્કેલી ભોગવવાનો વાર આવ્યો હતો. જે અંગે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઈ ઉકેલ ન આવતા આજે સોમવારે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાંખી ધરણાં પર બેસી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટરના આ અનોખા વિરોધ બાદ જામનગર મહાનગરપાલિકા તંત્રમાં અફરા-તફરી સર્જાઈ હતી.

તાત્કાલિક ધોરણે ઉકેલ લાવતા મામલો થાળે પડ્યો

જામનગર મનપાની કચેરીના પહેલા માળ પાસે આવેલા મહિલા વોશરૂમ પાસે રચનાબેન ખુરશી નાંખીને ધરણા પર બેસી ગયાં હતાં. જેની જાણ તંત્રને થતાં આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો. મહિલા વોશરૂમમાં આખરે પાણી શરૂ થતા હાલ આ પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે. આ સમગ્ર પ્રકરણ બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. જો જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ પાણીની અવ્યવસ્થાં સર્જાય છે. તો શહેરમાં કેવી પરિસ્થિતિ હશે? મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud