• ગણેશ ચોક વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતા લોકોએ કાટમાળ હટાવી બહાર કાઢ્યો
  • ઇજાગ્રસ્ત કામદારને રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા 108 માં ખસેડાયો

WatchGujarat. ભરૂચ જિલ્લાના જંબુસરમાં પેહલા જ દિવસે કામ ઉપર આવેલા કામદાર સાથે દુર્ઘટના ઘટી હતી. જર્જરિત જુના મકાનને ઉતારવાની કામગીરી કરવાની હતી જોકે શ્રમજીવી કામ શરૂ કરે તે પેહલા જ તેના ઉપર ઘરનો એક ભાગ તૂટી પડતા તે કાટમાળ નીચે દબાઈ ગયો હતો.

જંબુસર ખાતે આવેલા ગણેશ ચોક વિસ્તારમાં શુક્રવારે સવારે એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા આસપાસ ઉપસ્થિત લોકોમાં ભારે અફરા-તફરી સર્જાઇ હતી. દિવાલ ધરાશાયી થવાના કારણે 55 વર્ષીય મોહન નાથુભાઈ માછી કાટમાળ નીચે દબાઇ જતા ગંભીર રીતે ઘવાયા હતા.

સ્થાનિકોએ કાટમાળમાંથી દબાયેલા વ્યક્તિને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યો હતો. શેઠના કહેવા ઉપર તે જર્જરિત મકાન ઉતારવા શુક્રવારે સવારે આવ્યો હતો. કામ શરૂ કરે તે પેહલા જ એક તરફનો ભાગ તૂટીને પડતા તે દબાઈ ગયો હતો. કામદારને પગમાં ગંભીર ઇજાઓ પોહચી હોય તેને વડોદરા SSG ખાતે 108 માં લઇ જવાયો હતો. મકાન ઉતારવા પેહલીવાર જ શ્રમજીવી આવ્યો હતો અને તે વખતે જ સર્જાયેલી ઘટનામાં તેનો સદનસીબે બચાવ થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud