• વાંદરાઓના ત્રાસથી કપાસના પાકને બચાવવા મહિલા બપોરે ખેતરે ગઈ હતી
  • ખેતરમાં મહિલાને ઘસેડી આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યું, વેડચ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી

WatchGujarat. જંબુસર તાલુકાના તીથોર ગામે બપોરે વાંદરાઓના ત્રાસથી કપાસને બચાવવા ખેતરે ગયેલી 50 વર્ષીય મહિલા ઉપર ગેંગ રેપની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. વેડચ પોલીસે ગણતરીના કલાકમાં જ બન્ને નરાધમોને ઝડપી પાડી લોકઅપ ભેગા કર્યા છે.

જંબુસર તાલુકાના તીથોર ગામે 50 વર્ષીય મહિલા પોતાના ખેતરે કપાસના પાકને સાચવવા ગઈ હતી. વાંદરાઓથી કપાસને બચાવવા બપોરે ખેતરે ગયેલી મહિલા ઉપર બે યુવાનોએ દુષ્કર્મ આચરતા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા ખેતરમા તીથોર ગામના 50 વર્ષીય મહિલા બપોરના સમયે કપાસના ખેતરમા વાંદરાઓના ત્રાસ ને કારણે કપાસ ના પાકને સાચવવા ખેતરે ગઈ હતી. ત્યારે બે આરોપી કાળિયો ઉર્ફે કાલિદાસ ગેમલ પઢીયાર અને યોગેશ રણજિત પરમાર એ આવી ભોગ બનનાર મહિલાને ખેતરમા બનાવેલા મેડા પરથી નીચે પાડી ને કપાસના ખેતરમા ધસેડી ગયા હતા.

જ્યાં ખેતરમાં દુષ્કર્મ આચર્યું હતું જે બાબતે વેડચ પોલીસ સ્ટેશનમા મહિલાએ બન્ને આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવતા પોલીસે આઈપીસી 376 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. વેડચ પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. જે અંગે આગળની તપાસ વેડચ પોલીસ સ્ટેશનના PSI બી. આર. પટેલે હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud