સુરતના વરાછા વિસ્તારમાં એક પરિણીતાને તેના પતિએ ફેસબુક એકાઉન્ટ બનાવી આપ્યું
પરિણીતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના વપરાશ દરમિયાન બિભત્સ ફોટા પોસ્ટ થયાનું સામે આવતા મામલે થઇ પોલીસ ફરિયાદ
પોલીસે જામનગરમાં ધો 8 માં ભણતા કિશોરની અટકાયત કરી પુછપરછ કરતા તેનું કાંડ બહાર આવ્યું
WatchGujarat. સુરતમાં રહેતી એક પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું અને તેના એકાઉન્ટમાં તેણીના ફોટા મોર્ફ કરીને અપલોડ કરવામાં આવ્યા હતા આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ભાવનગરના એક તરુણની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં પરિણીતાએ ફેસબુકમાં પાસવર્ડ તેણીનો મોબાઈલ નબર રાખ્યો હતો. અને તેના મોબાઈલ નબરની વિગત પણ ફેસબુકમાં હતી .અને તે તરુણે પાસવર્ડ તરીકે નાખતા એકાઉન્ટ ખુલી ગયું હતું. અને ત્યારબાદ તરુણે એકાઉન્ટ હેક કરી બીભત્સ ફોટો પોસ્ટ કર્યા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં એક પરિણીતાને તેના પતિએ ફેસબુક એકાઉન્ટ બનાવી આપ્યું હતું. પરિણીતા તે ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. આ દરમ્યાન તેણીના એકાઉન્ટ પર બીભત્સ ફોટો અપલોડ થયા હતા. અને પરિણીતાના મોર્ફ કરેલા ફોટો પણ અપલોડ થયા હતા. જેથી આ મામલે પરિણીતાના પતિએ પરિણીતાની પૂછપરછ કરી હતી. જેમાં પરિણીતાએ કોઈ ફોટો અપલોડ કર્યા ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ફેસબુક એકાઉન્ટ ઓપન કરવાની કોશિશ કરતા તે ઓપન થયું ન હતું. જેથી એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે જામનગરથી ધો. 8માં અભ્યાસ કરતા તરુણની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેણે ટીખળ કરવા પરિણીતાનું એકાઉન્ટ ખોલી તેમાં લખેલો મોબાઈલ નંબર પાસવર્ડમાં નાંખ્યો તે સાથે જ એકાઉન્ટ ખુલતા તેણે હેક કરી ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો પોસ્ટ કર્યો હતો. વધુમાં તરુણ ધો. 8 માં અભ્યાસ કરતો હતો. પરંતુ લોકડાઉનમાં અભ્યાસ પડતો મૂકી પિતા સાથે દુકાનમાં કામ કરતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- સુરતના વરાછા વિસ્તારમાં એક પરિણીતાને તેના પતિએ ફેસબુક એકાઉન્ટ બનાવી આપ્યું
- પરિણીતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના વપરાશ દરમિયાન બિભત્સ ફોટા પોસ્ટ થયાનું સામે આવતા મામલે થઇ પોલીસ ફરિયાદ
- પોલીસે જામનગરમાં ધો 8 માં ભણતા કિશોરની અટકાયત કરી પુછપરછ કરતા તેનું કાંડ બહાર આવ્યું