ધ્રોલ ખાતે આવેલા ભૂચરમોરીના ઐતિહાસિક મેદાન પર નવો કીર્તિમાન સ્થાપીત કરવામાં આવ્યો છે
મહિન્દ્રા કંપની દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 400 ટ્રેક્ટરથી “માં શક્તિ” ની આકૃતિ બનાવવામાં આવી
આ કાર્યક્રમે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું, મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાયા
WatchGujarat. જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે એક નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે. ધ્રોલ ખાતે આવેલા ભૂચરમોરીના ઐતિહાસિક મેદાન પર 400 જેટલાં ટ્રેક્ટરથી “માં શક્તિ” ની એક વિશાળ આકૃતિ બનાવવામાં આવી હતી. ભૂચરમોરીની યુદ્ધભૂમિ પર નવરાત્રીના પહેલા નોરતે યોજાયેલા આ કાર્યક્રમે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાળ મેળવ્યું છે. જેને લઈને જામનગર વાસીઓ અને ગુજરાતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
https://twitter.com/anandmahindra/status/1446739381188923394?t=vsL9J75RuXVNkuqnQAxR2w&s=08
પ્રાપ્ત વિગતો અનુસાર નવરાત્રીના પ્રથમ નોરતે એટલે કે ગત 7 ઓક્ટોબરના રોજ ધ્રોલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂચરમોરીના ઐતિહાસિક મેદાન પર કીર્તિમાન સ્થપાયો છે. મળતી વિગતો અનુસાર આ યુદ્ધભૂમિ પર 400 ટ્રેક્ટર દ્વારા પ્રથમ નોરતે “માં શક્તિ” ની વિશાળ આકૃતિ બનાવાઈ હતી. જેને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાળ મળ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિન્દ્રા કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન જામનગરના મુરલીધર ટ્રેક્ટર દ્વારા કરાયું હતું. નવરાત્રીના તહેવારની શરૂઆત પહેલા જ આ કાર્યક્રમની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જેમાં પ્રથમ નોરતાના એક દિવસ પહેલા અહીં મહિન્દ્રા કંપનીના 400 ટ્રેક્ટર લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા કંપની દ્વારા યોજાયેલા આ કાર્યક્રમે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાળ મેળવ્યું છે. ઈજનેરો દ્વારા આ 400 ટ્રેક્ટરોને એ રીતે ગોઠવવામાં આવ્યા હતા કે તેનાથી માતાજીની વિશાળ આકૃતિ બની હતી. આ દ્રશ્યનું શૂટિંગ હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરા દ્વારા થયું હતું. “માં શક્તિ”ની આ ભવ્ય અને અનોખી આકૃતિ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ આ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ એવોર્ડ એનાયત કર્યો હતો. આ અંગે મીડિયા સાથે વાત કરતાં મુરલીધર ટ્રેક્ટરના રમેશભાઈ રાણીપરાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મહિન્દ્રા કંપનીના નેશનલ હેડ સોનીર જોનશન, ઝોનલ હેડ આશિષ ગુપ્તા, સ્ટેટ હેડ રવિ સોની ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને મહિન્દ્રા ટ્રેક્ટરની રેકોર્ડ બ્રેક ડિલિવરી પણ થઈ હતી.