આરોપીએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી વડે પીઆઈ એમ.જે. જલુ પર હુમલો કરી
આરોપી મહાવીરસિંહે દિવાલમાં માથા ભટકાડતા લોહી નીકળતા હોસ્પિટલમાં ખસેડાયો
પીઆઈ એમ.જે. જલુને જમણા હાથની વચ્ચેની આંગળીમાં ફેકચર તથા અન્ય હાથની આંગળીમાં મુંઢ ઈજા પહોંચી
WatchGujarat.સામાન્ય રીતે કોઇ પણ ગુનાના આરોપી પોલીસ સકંજામાં આવી જાય એટલે ડરેલા હોય છે અથવા તો પોતાની ભુલની કબુલાત કરીને અફસોસ કરતા હોય છે. પરંતુ જામનગરમાં એક આરોપીને હિંમત જોઇને તમે દંગ રહી જશો. પૂછપરછ દરમિયાન પીઆઇ પર હુમલો કર્યો અને પોતાને પણ ઇજા પહોંચાડી દેતા સનસનાટી મચી હતી.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ જામનગરમાં સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં મંગળવારે રાત્રે સાડા આઠેક વાગ્યે ત્યારે અફરાતફરી મચી હતી. કારણ કે પૂછપરછ વખતે ઉગ્ર બની ગયેલ આરોપીએ પોલીસ સ્ટેશનના અધિકારી મહાવીરકુમાર જલુ પર હુમલો કરી દીધો હતો. સીટી એ ડીવીજન પોલીસમાં ગત વર્ષે દારૂ સંબંધિત ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુનામાં આરોપી મહાવીરસિહ દેવાજી ભારાજી જાડેજા ઉ.વ 32 રહે.રણજીતસાગર રોડ પ્રણામીનગર સાંઇબાબાના મંદીર પાસે જામનગર વાળાની સંડોવણી ખુલવા પામી હતી. દરમિયાન આ આરોપીએ ગઈ કાલે કોર્ટમાં સરન્ડર કરતા સીટી એ ડીવીજન પોલીસે આરોપીનો કબજો સંભાળી ડીવીજન લઇ આવી ગઈ કાલે રાત્રે 8.30 વાગ્યે પૂછપરછ શરુ કરવામાં આવી હતી. આરોપી સામે ગત વર્ષે 3195 બોટલ દારૂ, 215 અને 12 બોટલ દારૂ સબંધિત જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય પ્રકરણમાં સંડોવણી સામે આવતા પોલીસે શોધખોળ કરી હતી પરંતુ આરોપીની ભાળ મળી ન હતી દરમિયાન ગઈ કાલે આરોપીએ કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી પૂછપરછ શરુ કરી હતી.
તે દરમ્યાન આરોપી મહાવીરસિંહે પોતાના હાથમાં પહેરાવેલ હથકડી કે જેનો એક છેડો છુટો હોય તેનાથી પોતાના માથામાં મારતા તેમજ પોતાને જે જગ્યાએ બેસાડેલ તેની પાછળની દિવાલમાં માથા ભટકાડતા લોહી નીકળવા લાગતા પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઇ રફીકભાઇ બેલીમ તથા યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢા વગેરેએ આરોપીને રોકવા પ્રયાસ કર્યો હતો. જેમાં ઉસ્કેરાયેલ આરોપી મહાવિરસિંહ જાડેજાએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી વડે પીઆઈ એમ.જે. જલુ પર હુમલો કરી દીધો હતો.જેમાં પીઆઈને જમણા હાથની વચલી આંગળીમાં ફેક્ચરની ઇજા કરી તેમજ ડાબા હાથની વચલી આંગળીમાં મુંઢ પહોચી હતી. ત્યારબાદ હાજર પોલીસકર્મીઓએ આરોપીને કાબુમાં લેવા બળપ્રયોગ કરી શાંત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવના પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. હાથમાં ઈજા પહોચતા પીઆઈ એમ.જે. જલુને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને જમણા હાથની વચ્ચેની આંગળીમાં ફેકચર તથા અન્ય હાથની આંગળીમાં મુંઢ ઈજા હોવાનું સામે આવ્યું હતું . બીજી તરફ આરોપીને પણ માથામાં ઈજાઓ પહોચતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લીધા બાદ પરત પોલીસ દફતરે લઇ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી મહાવીરસિંહ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.