• આંતરરાષ્ટ્રીય અશ્વ મેળામાં કુલ 10 હજારથી વધુ ઘોડા આવ્યા હતા
  • આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પુનાનો કામીઝ ઘોડો અને કેસરીયો ઘોડો પ્રથમ રનર-અપ બન્યો
  • મારવાડી નસલનો 5 વર્ષનો કેસરિયા ઘોડો સુંદરતાના કારણે બીજાથી અલગ પડે છે

WatchGujarat.રાજસ્થાનના પુષ્કર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય અશ્વ મેળો “અશ્વ પૃથ્વી કી શાન” યોજાયો હતો. જેમાં જામનગર તાલુકાના લોઠિયા ગામનો કેસરીયા નામનો ઘોડો સ્ટેલિન કેટેગરીની અંદર પ્રથમ રનર-અપ બન્યો હતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રંગ દેખાડયો છે. અહીં દેશભરમાંથી ઘોડાને ખરીદ-વેચાણ અને પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ગત 18 તારીખે રાજસ્થાનના પુષ્કરમાં મેળો યોજાયો હતો. જયાં દેશભરમાંથી ઘોડાને ખરીદ-વેચાણ અને પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય અશ્વ મેળામાં કુલ 10 હજારથી વધુ ઘોડા આવ્યા હતા, જેમાં સ્ટેલિન કેટેગરીમાં 37થી વધુ ઘોડા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પુનાનો કામીઝ ઘોડો આવ્યો હતો. જે બધાની વચ્ચે કેસરીયો ઘોડો પ્રથમ રનર-અપ બન્યો હતો.

આ કેસરિયાનાં માલિક લોઢીયાનાં ચરણજીતસિંહ ધમેન્દ્રસિંહ મહેડુ છે.તેઓને નાનપણથી ઘોડા પાળવાનો શોખ છે.હાલમાં તેઓ પાસે કુલ 7 જેટલા ઘોડા છે.જેમાં કેસરિયો વિશેષ ઘોડો છે. મારવાડી નસલનો 5 વર્ષનો કેસરિયા ઘોડો સુંદરતાના કારણે બીજાથી અલગ પડે છે.

માલિક પાસે ઘોડાની સાત-આઠ પેઢીની બંન્ને બાજુની હિસ્ટ્રી અને પેડિગ્રી ચાર્ટ છે

જેના પિતા અશ્વ પણ અતિસુંદર છે જે હાલ મહારાષ્ટ્રમાં છે.આ ઘોડાના પિતાનુ નામ સુંદર અને સુંદરના પિતાનુ નામ દેવધર દરબાર છે. કેસરિયા ઘોડાના માલિક ચરણજીત પાસે ઘોડાની સાત-આઠ પેઢીની બંન્ને બાજુની હિસ્ટ્રી અને પેડિગ્રી ચાર્ટ છે. તેમણે ઘોડાનો ડીએનએ કરાવ્યો છે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અન્ય દેશમાં જવા માટે કેસરિયાનો પાસપોર્ટ કરાવ્યો છે. કેસરિયા નામનો આ ઘોડો ભૂતકાળમાં અદંત વછેરાની કેટેગરીમાં સાયલા હોર્સ ફેરમાં પ્રથમ રનર-અપ રહી ચૂક્યો છે.

કરોડોની કિંમતનાં કેસરિયાની વિશેષતા

કેસરિયા ઘોડો સારંગખેડાની અંદર બેદાંત કેટેગરીમાં પણ પ્રથમ રનર-અપ રહી ચૂક્યો છે. બનાસકાંઠાના જસરા ખાતેની સ્પર્ધામાં પણ આ ઘોડો સેકન્ડ રનર-અપ રહી ચૂક્યો છે. તેની આવી અનેક વિશેષતાના કારણે તેની બજાર કિમત કરોડો રૂપિયા છે. પરંતુ તેના માલિકને તે ખુબ પ્રિય હોવાથી તેને વેચાણ કરવા ઈચ્છતા નથી. તેને પરીવારના સભ્યની જેમ સાચવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્કરમાં યોજાયેલ સ્પર્ધામાં 5 જજની ટીમ દ્વારા કાન, મોઢા, ગરદન, પગ, સાચવણી, પ્રેઝન્ટેશન, માલિકની વાતને કેટલુ સમજે અને અનુકરણ કરે છે આવા અનેક મુદ્દાઓ ધ્યાનમાં રાખીને માર્ક આપવામાં આવે છે. પહેલા ઘોડાનુ મેડીકલ કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud