ગઇ કાલે રાત્રે MV Aviator અને MV Craze વચ્ચે ટક્કર થઇ
ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક મદદે પહોંચી રાહત કામગીરી આદરી
દેવભૂમિ દ્વારકાના ઓખાથી 10 માઇલ દૂર અરબી સમુદ્રમાં બની ઘટના
બંને કાર્ગો શિપને સમુદ્રમાં પ્રદૂષણ નિયંત્રણ કરવાની સૂચના અપાઇ
WatchGujarat. પોરબંદર નજીક સમુદ્રની વચ્ચે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. મધદરિયે બે કાર્ગો જહાજ વચ્ચે અકસ્માત થતા જ આગ ભભૂકી ઉઠી હતી, જોકે રાહતનાં સમાચાર એ છે કે અકસ્માતમાં સદનસીબે 43 ક્રૂ-મેમ્બરનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી. બંને જહાજો ટકરાયાનાં સમાચાર મળ્યા બાદ ભારતીય કોસ્ટગાર્ડ તાત્કાલિક મદદે પહોંચ્યું હતું. અને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી આરંભી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ મધદરિયે બે કાર્ગો જહાજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકાના ઓખાથી 10 માઇલ દૂર અરબી સમુદ્રમાં બે વિદેશી કાર્ગો જાહજ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઇ હતી. જેમાં એક જાહજ હોંગકોંગ અને બીજું માર્શલ આઇલેન્ડનું જહાજ હોવાની માહિતી સામે આવી છે. હોંગકોંગના જહાજના ક્રુ મેમ્બર ભારતીય હોવાનું સામે આવ્યું છે.જ્યારે માર્શલ આઇલેન્ડના કાર્ગો જહાજમાં ફિલિપાઇન્સના ક્રુ મેમ્બર હોવાનું જાણવા મળ્યું છે. મધદરિયે વિદેશી જહાજ વચ્ચે ટક્કરના અહેવાલ મળતા જ ભારતીય કોસ્ટગાર્ડની ટીમો મદદ માટે પહોંચી હતી. અને બંને કાર્ગો શિપને સમુદ્રમાં પ્રદૂષણ નિયંત્રણ કરવાની સૂચના આપી હતી.
મિડીયા રિપોર્ટ મુજબ MV Aviator અને MV Craze વચ્ચે ટક્કર થઇ હોવાનું સામે આવ્યું છે. આ અથડામણ ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર થઈ હતી. કોસ્ટ ગાર્ડના બે નાના જહાજો બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા. હાલમાં કોસ્ટ ગાર્ડ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને જહાજોમાંથી ઓઇલ લીક ન થાય. કોસ્ટ ગાર્ડની ટીમો સતત દેખરેખ હેઠળ છે. અન્ય કોસ્ટ ગાર્ડ જહાજને મદદ માટે મોકલવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ આ બન્ને જહાજની ટક્કર બાદ હેલીકોપ્ટરની પણ મદદ લેવાય હતી. અકસ્માતમાં સદનસીબે 43 ક્રૂ-મેમ્બરનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી, જોકે બંને શિપમાં નુકસાન થયું છે.