• વિશ્વ વંદનીય વિભૂતિ, મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા
  • પૂ. હરિચરણદાસજી બાપુએ અગાઉથી કરેલી જાહેરાત અનુસાર પૂ. જયરામદાસજી મહારાજ (રામજી મંદિર-ગોંડલ) ઉત્તરાધિકારી જાહેર
  • તમામ આશ્રમોની જવાબદારી પૂ. જયરામદાસજી મહારાજ સંભાળશે

WatchGujarat. વિશ્વ વંદનીય વિભૂતિ, મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થતાં તેમના ઉત્તરાધિકારી તરીકેની જાહેરાત અગાઉથી પૂ. હરિચરણદાસજી બાપુએ કરી હતી તે અનુસાર પૂ. જયરામદાસજી મહારાજ (રામજી મંદિર-ગોંડલ) ઉત્તરાધિકારી જાહેર થયા છે. હવેથી તેઓ તમામ આશ્રમોની જવાબદારી સંભાળશે.

પૂ. હરિચરણદાસજી મહારાજ તમામ આશ્રમોની દેખરેખ અને માર્ગદર્શન આપતા હતા તે જવાબદારી હવેથી પૂ. જયરામદાસજી મહારાજ સંભાળશે. પૂ. હરિચરણદાસજી મહારાજના કૃપાપાત્ર અનુયાયી નીતિનભાઈ રાયચુરાએ જણાવ્યું કે હાલમાં જે જે આશ્રમોમાં મહંત-પુજારીઓ સેવા કરી રહ્યા છે તે યથાવત રહેશે. ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા જે પ્રમાણે થઇ રહી છે તે પણ યથાવત રહેશે પરંતુ તેમાં પૂ. બાપુના ઉત્તરાધિકારી તરીકે જાહેર થયેલા પૂ. જયરામદાસજી મહારાજ પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહેશે.

વધુમાં રાયચુરાએ જણાવ્યું કે પૂ. હરિચરણદાસજી મહારાજનો પાર્થિવ દેહ સદગુરુ આશ્રમ (ગુરુસ્થાન) લાવવામાં આવ્યો હતો. ભક્તો,સેવકો, અંતિમ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અંતિમ દર્શનનો સમય સાંજના 5 થી 7નો હતો. આશ્રમેથી સીધા ગોરા આશ્રમ પૂ. હરિચરણદાસજી મહારાજનો પાર્થિવ દેહ લઇ જવાયો હતો. અને સવારે 7 વાગે નર્મદા કિનારે અત્યંષ્ઠિ કરવામાં આવી હતી.

Facebook Comments Box

Videos

Our Partners