• વડોદરા શહેરના સેંટ્રલ એસ.ટી ડેપો પર તસ્કરોએ મહિલાના થેલામાંથી રૂ.3.82 લાખના દાગીનાની થઈ ચોરી
  • બસમાં ચઢતી વેળાએ તસ્કરોએ મહિલાના થેલામાંથી કરી ચોરી
  • સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની કલમો હેઠળ ગુનો નોંધાયો
  • પીલીસે નજીકના સીસીટીવી ફુતેજનો ઉપયોગ કરી તસ્કરોની ખોજ આરંભી
WatchGujarat. વડોદરા શહેરના સેંટ્રલ એસ.ટી ડેપો પર બસમાં ચઢતી વેળાએ મહિલાના થેલામાં મુકેલ સોનાના દાગીના રૂ.3.82 લાખના તસ્કરોએ સેરવી લીધા હોવાનો મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીની કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફુટેજ વગેરે જેવાનો ઉપયોગ કરી તેઓની ખોજ આરંભી છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ બસ ડેપો ઉપર અનેક ચોરીના બનાવો બન્યા છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વોરાવાડ ઘંટી પાસે રહેતા રશીદાબેન મુસ્તાકભાઈ દાઉદી (ઉ.51 વર્ષ) ઘરકામ કરે છે અને તેમના પતી ગીફ્ટ આર્ટીકલની દુકાન ચલાવી તેમનું ગુજરાન ચલાવે છે. રશીદાબેનની દિકરીના લગ્ન મધ્યપ્રદેશ સુવાસરા ખાતે થયા હતા. લગ્ન બાદ તેમની દિકરીને તેળવા તેઓ પતી સાથે ગત તા. 6 એ મઘ્યપ્રદેશ ગયા હતા. જ્યાં થોડા દિવસ રોકાયા બાદ દિકરીને લઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન દિકરીના લગ્નના દાગીના તેઓએ ડબ્બમાં પેક કરી એક થેલામાં મુક્યા હતા.
https://youtu.be/KRdY1rliGaM
પતી-પત્ની તથા દિકરી ટ્રેનમાં બેસી ગત તા.11મીએ રાત્રીના સમયે વડોદરા આવી પહોંચ્યા હતા.  અને ઘરે જવા બસ પકડવાની હોય તેના કારણે તેઓ સેંટ્રલ એસ.ટી ડેપો ખાતે ગયા હતા. જ્યાં રાત્રીએ રોકાયા બાદ તા.11મી એ જ વહેલી સવારમાં પ્લેટફોર્મ નં.6 પર રાજકોટની બસમાં ચઢતા સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ રશીદાબેનના થેલામાંથી સોનાના દાગીના વાળો ડબ્બો સેરવી લીધો હતા. બસમાં ચઢતી વેળાએ ઘણી ભીળ હોવાના કારણ તેઓને ચોરી થઈ હોવાની જાણ નહોતી થઈ પરંતુ બસમાં બેસી થેલો ચકાસતા કોઈએ તેમના સોનાના દાગીના મુકેલો ડબ્બો કાઢી લીધો હોવાની જાણ થઈ હતી.
આ સમગ્ર મામલે રશીદાબેને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ચોરીની કલમો હેઠળ ગુનો નોંધી નજીકના સીસીટીવી ફુટેજ વગેરે જેવુ તપાસ કરી તસ્કરોની ખોજ આરંભી હતી.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud