ટ્યુશન સંચાલક વિદ્યાર્થીનીનો વોશરૂમનો વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરતો હતો
વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યુ દુષ્કર્મ આચરતો હતો
સગીર વિદ્યાર્થીનીએ હિંમત દાખવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat.કહેવાતા સુરક્ષિત ગુજરાતમાં અવાર-નવાર દુષ્કર્મ અને દીકરીઓને હેરાન પરેશાન કરવાનાં કિસ્સા સામે આવતા રહે છે. દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક ટ્યુશન ક્લાસમાં સગીર વયની વિદ્યાર્થી પર ટ્યુશન સંચાલકે તેણીની મરજી વિરૂદ્ધ હેવાનિયતની તમામ હદો પાર કરી હતી. વિદ્યાર્થીનીએ હિંમત દાખવી લંપટ સંચાલકની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સંચાલકની ધરપકડ કરવામાં આવી છે અને હાલ જેલનાં સળિયા પાછળ ધકેલાયો છે. શિક્ષણ જગતને કલંકિત કરતા આ કિસ્સાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી.
મળતી માહિતી મુજબ ઝાલોદ નગરમાં આવેલ સુંદરમ હોસ્પિટલ નજીક ઝાલોદના તાલુકાના બીયા માળી ગામના નૈનેશ ભાઈ ભુરજી ભાઇ ડામોર હેતા ટ્યુશન ક્લાસીસના નામથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષની સગીર વયની એક વિદ્યાર્થીની પણ આ ટ્યુશન ક્લાસીસમાં આવતી હતી. આ વિદ્યાર્થીની એક દિવસ ટ્યુશન ક્લાસ ખાતે આવેલ વોશરૂમમાં ગઈ હતી. તે વખતે ટ્યુશન ક્લાસના સંચાલક નૈનેશ ભાઈ ડામોરે પોતાના મોબાઈલ ફોનમાં વોશરૂમનો અશ્લીલ વિડિયો રેકોર્ડ કરી લીધો હતો. ત્યારબાદ તે અશ્લીલ વીડિયો તે સગીર વયની વિદ્યાર્થિની ને બતાવી શારિરીક સંબંધ બાંધવાની માંગણી કરી હતી, અને કહ્યું હતું કે જો તું મને શારિરીક સંબંધ નહીં બાંધવા દે તો હું તારો આ અશ્લીલ વીડિયો વાયરલ કરી દઈશ. તેમ ધમકી આપી શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
વિદ્યાર્થીને તારીખ 14-2-2022 ના રોજ સવારના સાડા દસ વાગ્યાના સુમારે ટ્યુશન ક્લાસીસના છેલ્લા રૂમમાં લઇ જઇ પલંગ પર સુવડાવી વાસના ભૂખ્યા સંચાલક નૈનેશ ભાઈ ડામોરે હેવાનિયતની તમામ હદો પાર કરી હતી. ત્યારબાદ આ લંપટ સંચાલકે આ જ રીતે તે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. અવાર નવાર વિદ્યાર્થીની સાથે તેની મરજી વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો. એક સમયે સંચાલકની હેવાનિયતથી કંટાળી વિદ્યાર્થીનીએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત ઝાલોદ પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશભાઇ ભુરજીભાઇ ડામોર વિરૂદ્ધ સગીરા પર બળજબરીપૂર્વક ધાક-ધમકી આપી દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ઝકેલ્યો છે.