• જૂનાગઢ નજીક રેલ્વે સ્ટેશન આવે તે પહેલા જ એક મહિલાને પ્રસુતાની પીડા ઉપડી
  • મહિલાએ ચાલુ ટ્રેનમાં જ એક દીકરીને જન્મ આપ્યો હતો
  • ટ્રેન રેલ્વે સ્ટેશન આવ્યા બાદ તરત જ 108માં મહિલાને સારવાર આપી

WatchGujarat. રાજ્યભરમાં કાર્યરત 108 ઇમરજન્સી સેવાઓ અનેક પડકારજનક સ્થિતીમાં કામ કરે છે તે તો સૌ કોઇ જાણે જ છે. પરંતું કેટલાક કિસ્સાઓ એવા ઘણી કટોકટી ભરેલા હોય છે, જેમાં જો થોડુંક પણ મોડું થાય તો જીવ જઇ શકે છે. કપરા સમયે પણ 108 ઇમરજન્સી સેવકો પોતાનું તમામ ઝોંકી દઇને દર્દીનો જીવ બચાવે છે. આવું જ કંઇક આજરોજ જુનાગઢ રેલવે સ્ટેશન પાસે થયું હતું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી સગર્ભા મહિલાને જુનાગઢ રેલવે સ્ટેશન નજીક અચાનક પ્રસવ પીડા ઉપડી હતી. અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. જો કે, 108 ઇમરજન્સી સેવાની સતર્ક કામગીરીને પગલે મહિલા અને બાળક હાલ સ્વસ્થ છે.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ નજીક રેલ્વે સ્ટેશન આવે તે પહેલા જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક સગર્ભા મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા મહિલાએ ચાલુ ટ્રેનમાં જ એક દીકરીને જન્મ આપ્યો હતો. આ અંગેની જાણ થતા રાત્રે 108 ની ટીમ સ્થળ પર પહોંચી હતી.

ગતરાત્રે 3.18 વાગ્યે 108ની ટીમને ટ્રેનમાંથી કોલ આવ્યો હતો. એક મહિલા જેઓ જેતલસરથી ટ્રેનમાં બેઠા હતા તેઓને અચાનક પ્રસુતિની પીડા થતા તેઓએ ચાલુ ટ્રેનમાં જ દીકરીને જન્મ આપ્યો હતો. જે અંગે 108ની ટીમના પાયલોટ રાહુલ વાઘેલા અને ઇએમટી સોહિલ ઘડક જરૂરી સાધન સામગ્રી સાથે જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. જેવી ટ્રેન રેલ્વે સ્ટેશન આવી પહોંચી ત્યારે તે મહિલાને બાળકથી અલગ કરીને સારવાર આપીને નીચે ઉતારીને તેમના બાળકી સાથે તેઓને એમ્બ્યુલન્સમાં લઇને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની 108ની વ્યવસ્થાની મદદથી આજે કોઇ પણ ઇમરજન્સીમાં પણ લોકોને તકલીફ પડતી નથી. તાત્કાલિક સારવાર મળતા આ મહિલા અને બાળકી બન્ને તંદુરસ્ત હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud