9 ડિસેમ્બરે રાજસ્થાનના સિક્સ સેન્સિઝ ફોર્ટમાં વિકી-કેટરિનાના રોયલ વેડિંગ
રાજા-મહારાજાઓને જેમ વિકી કૌશલ રથમાં સવાર થઈને કેટરિનાને પરણવા આવશે
વિકી-કેટરિનાના લગ્નમાં માત્ર 120 મહેમાનોને આમંત્રણ
મુંબઈથી પહોંચેલા 800 બાઉન્સર્સની ટીમે હોટેલની સુરક્ષા વ્યવસ્થા સંભાળી
જયપુર એરપોર્ટ પર કેટરીનાની બહેન નતાશા પરિવાર સાથે આવી હતી
WatchGujarat.હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે બોલીવુડ સિતારાઓ પણ લગ્નનાં તાંતણે બંધાય રહ્યા છે. 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં બોલીવુડ એક્ટર કેટરીના કૈફ અને વિકી કૌશલ સાત ફેરા લેશે.જેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કેટરીના કૈફ તથા વિકી કૌશલ 9 ડિસેમ્બરે ધામધૂમથી રાજસ્થાનના સવાઈ માધોપુરના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ બરવાડા મહેલમાં લગ્ન કરવાના છે. અહીં લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. કેટરીના તથા વિકીએ હજી સુધી પોતાના લગ્ન અંગે કોઈ જાતની વાત કરી નથી. ત્યાં સુધી બંનેએ પોતાના સંબંધોનો પણ સ્વીકાર કર્યો નથી. છેલ્લા લગભગ એક મહિનાથી વિકી-કેટરિનાના લગ્નની ચર્ચા ચાલી રહી છે. હવે કપલના લગ્ન થવાના છે તે વાત નક્કી થઈ ચૂકી છે
વિકીની એન્ટ્રી સાત સફેદ ઘોડાવાળા રથમાં થશે
9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિઝ ફોર્ટમાં વિકી-કેટરિનાના રોયલ વેડિંગ થવાના છે. 7 ડિસેમ્બરથી વિકી-કેટરિનાના પ્રી-વેડિંગ શરૂ થશે. કપલના લગ્ન શાહી અંદાજમાં થવાના છે ત્યારે વરરાજાની એન્ટ્રી પણ ઠાઠમાઠથી થશે. રાજા-મહારાજાઓને જેમ વિકી કૌશલ રથમાં સવાર થઈને કેટરિનાને પરણવા આવશે. ખાસ વાત એ છે કે, વિકીના આ રથ સાથે એક-બે નહીં સાત ઘોડા જોડવામાં આવ્યા હશે.શાહી અંદાજમાં વિકી કૌશલની જાન નીકળશે અને તેના માટે તૈયારીઓ પણ થઈ ચૂકી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, વરરાજા વિકીની એન્ટ્રી સાત સફેદ ઘોડાવાળા રથમાં થશે. આયોજકોએ સાત સફેદ ઘોડા બુક પણ કરાવી લીધા છે.મિડીયા રિપોર્ટ મુજબ વિકી-કેટરિનાના લગ્ન માટે રોયલ મંડપ પણ તૈયાર કરી દેવાયો છે. ગઝીબો જેવો મંડપ કાચમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વિકી-કેટરિના આ જ ગઝીબો સ્ટાઈલ મંડપમાં સાત ફેરા લેશે.
પ્રાઇવેટ લગ્નનમાં 120 મહેમાન વચ્ચે 800 બાઉન્સર્સની ટીમ આપશે સુરક્ષા
વિકી-કેટરિનાના લગ્નમાં માત્ર 120 મહેમાનોને આમંત્રણ અપાયું છે. રિપોર્ટ પ્રમાણે, મહેમાનોને લગ્નમાં પાડેલા ફોટો કે વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ ના કરવાનું કહેવામાં આવ્યું છે. "વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન માત્ર નજીકના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં થવાના છે. તેઓ સેરેમનીની પ્રાઈવેટ રાખવા માગે છે."લગ્નના લગભગ એક અઠવાડિયા પહેલાથી જ હોટેલની સુરક્ષા વ્યવસ્થા મુંબઈથી પહોંચેલા 800 બાઉન્સર્સની ટીમે સંભાળી લીધી છે. કર્ણાટકથી ટ્રક ભરીને શાકભાજી પહોંચી ચૂક્યા છે. 100 રસોઈયાઓ સ્વાદિષ્ટ પકવાન અને વ્યંજન તૈયાર કરશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મહેમાનો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત રાખવામાં આવ્યો છે. ઉપરાંત મોબાઈલ પણ અંદર લઈ જવાની મનાઈ છે. લગ્નના ફોટો અને વિડીયો લીક ના થાય તે માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. હોટેલની ઉપરથી ઉડનારા ડ્રોનને પણ પાડી દેવાનો આદેશ અપાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે જયપુર એરપોર્ટ પર કેટરીનાની બહેન નતાશા પરિવાર સાથે આવી હતી. તે એરપોર્ટથી સીધી સિક્સ સેન્સ હોટલ રવાના થઈ હતી. એરપોર્ટ પર કુલ 25 લોકોની ટીમ મહેમાનોને રિસીવ કરવા માટે હાજર હતી.બીજી બાજુ બાઉન્સર્સની ટીમ પણ હોટલ તથા એરપોર્ટ આવી ગયા છે. અહીંયા તેમણે સિક્યોરિટીની વ્યવસ્થા સંભાળી છે. સિક્યોરિટીને જોતાં હોટલનો લેન્ડલાઇન ફોન બંધ કરાવવામાં આવ્યો છે. આ સાથે જ સિક્યોરિટી ટીમને પણ મોબાઇલ ફોન યૂઝ ના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાઉન્સર્સને વૉકી-ટૉકી આપવામાં આવ્યા છે.
- 9 ડિસેમ્બરે રાજસ્થાનના સિક્સ સેન્સિઝ ફોર્ટમાં વિકી-કેટરિનાના રોયલ વેડિંગ
- રાજા-મહારાજાઓને જેમ વિકી કૌશલ રથમાં સવાર થઈને કેટરિનાને પરણવા આવશે
- વિકી-કેટરિનાના લગ્નમાં માત્ર 120 મહેમાનોને આમંત્રણ
- મુંબઈથી પહોંચેલા 800 બાઉન્સર્સની ટીમે હોટેલની સુરક્ષા વ્યવસ્થા સંભાળી
- જયપુર એરપોર્ટ પર કેટરીનાની બહેન નતાશા પરિવાર સાથે આવી હતી