• અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના CM ભગવંત માને આજે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી
  • બપોરે 4 વાગ્યે અમદાવાદ પૂર્વમાં રોડ શો યોજશે
  • કેજરીવાલ અને ભગવંત માન બે દિવસ ગુજરાત પ્રવાસે

WatchGujarat. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના CM ભગવંત માન આજે ગુજરાત પ્રવાસે છે. પહેલાં દિવસે એટલે કે આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. અહીં તેઓએ રેંટિયો કાંત્યો હતો. ત્યારબાદ બપોરે 4 વાગ્યે અમદાવાદ પૂર્વમાં નિકોલ ખોડિયાર મંદિરથી વિજય ચોક સુધી રોડ શો યોજશે. ગઇકાલે મોડી રાત્રે બંને મુખ્યમંત્રીઓ અમદાવદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત આપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત દરમિયાન અમદાવાદમાં 1.5 કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો જોડાશે.

અમદાવાદમાં AAPનો રોડ શો યોજાશે

અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે આપનો ખાસ રોડ શો યોજાનાર છે. આ રોડ શો ખોડિયાર મંદિરથી નિકોલ ગામ, વનવાડીથી શ્રી સરદાર પટેલ પ્રતિમા, ટોરેન્ટ પાવરથી ઉત્તમનગર ચાર રસ્તા, સ્વસ્તિક સરિતા સોસાયટી, સરદાર મોલ, એપ્રોચ ચાર રસ્તા, બાપુનગર સુધી યોજાશે.

અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન ગુજરાતના આ સ્થળોની મુલાકાત લેશે

આજે સવારે તેઓ ગાંધીઆશ્રમ ખાતે જશે. અહીં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે તેઓ નિકોલ ખાતે રોડ શો કરશે. આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ હાજર રહેશે. જ્યારે આવતીકાલે એટલે કે 3 એપ્રિલના રોજ તેઓ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. ત્યાર બાદ સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનોને મળશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.

Facebook Comments Box

Videos

Our Partners