ખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે. આ ચણાના લોટ માંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચણાનો એકદમ ઝીણો લોટ, કે જે બજારમાં ફાઈન બેસનના નામથી વેચાય છે, તે અને છાશમાંથી આ વાનગી બનાવવામાં આવે છે. ગુજરાતી લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે. એમા પણ જો કોઇ તહેવાર આવે તો જાત જાતની વાનગીઓ બનાવે છે. ખાંડવી એટલે ગુજરાતીની આગવી ઓળખ. પરંતુ આજે અમે તમારા માટે ખાંડવીની એક અલગ જ રેસીપી લઇને આવ્યા છીએ. જેને ચાઇનીઝ ટચ આપીને ડિફરન્ટ બનાવવામાં આવી છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચિલી મીલી ખાંડવી.
સામગ્રી
1/2 કપ – ચણાનો લોટ
1 & 1/2 – કપ છાશ
1 નાની ચમચી – આદુ-મરચાની પેસ્ટ
1 ચપટી – હળદર
સ્વાદાનુસાર – મીઠું

ચિલી મિલી બનાવાની સામગ્રી
1/4 કપ – ઝીણી સમારેલી કોબી
2 મોટા ચમચા – ઝીણા સમારેલા કેપ્સિકમ
2 મોટા ચમચા – ઝીણા સમારેલા ગાજર
1 ચમચી – સોયા સોસ
1 ચમચી – રેડ ચિલી સોસ
1ચમચી – ગ્રીન ચિલી સોસ
2 ચમચા – ટામેટાનો સોસ
1 ચમચી – તેલ
1/૨ ચમચી – મારી નો ભુક્કો
જરૂરિયાત મુજબ પાણી
વઘાર ની સામગ્રી
2 ચમચી – તેલ
2 ચમચી – તલ
2 ચમચી – કોથમીર
ચાઈનીઝ ખાંડવી બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં ખાંડવી બેટરની બધી સામગ્રી એકઠી કરીને બરાબર મિક્સ કરી લો. હવે બેટરને નાના તપેલામાં કાઢી લઈશું. કુકરમાં સ્ટેન્ડ રાખીને દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરો. હવે ખાંડવીના બેટરનું તપેલું સ્ટેન્ડ પર રાખી દઈશું. તપેલાને રકાબી અથવા ડીશથી ઢાંકી દો જેથી કુકરનું પાણી તપેલામાં ના જાય. કુકર બંધ કરીને 8 થી 9 સીટી થાય ત્યાં સુધી પકાવીને ગેસ બંધ કરી દો. કુકર ઠંડુ થાય એટલે ખાંડવીનું મિશ્રણ મુકેલી તપેલી કાઢીને બરાબર હલાવો. હવે આ મિશ્રણને થાળી ઉલટી કરીને પાથરી દો. થાળી ને 10 મિનિટ ઠંડી થવા દો. થાળી ઠંડી પડે ત્યાં સુધી ચિલી મિલી બનાવી લો.
એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે 1 મિનિટ કોબીજ, ગાજર અને શિમલા મરચાંને સાંતળી લો. હવે બધા સોસ અને મરીનો ભુક્કો, પાણી નાખી ને બરાબર મેળવી લો. મીઠું નાખવાની જરૂર નથી કારણ કે બધા સોસ નાખવાથી મીઠાની માત્રા બરાબર થય જાય છે. ગેસ બંધ કરીદો હવે ચિલી મિલી સ્પ્રેડ કરવા માટે તૈયાર છે. ખાંડવી ના મિશ્રણ પર ચિલી મિલી સ્પ્રેડ કરી દો. હવે ખાંડવી ના રોલ કરવા માટે 1 ઈંચ જેટલી જગ્યા રાખીને ઉભી લાઈન માં કાપા લગાવી દો. ખાંડવી ના રોલ વાળી લો. આવી રીતે બધા રોલ તૈયાર કરી લો. હવે વઘાર તૈયાર કરવા માટે વાઘરીયા માં તેલ ગરમ કરીને તલ નાખી ને તલ ફૂટે એટલે ગેસ બંધ કરી દો. ચાઇનીઝ સ્વાદ વાળી ખાંડવી બનાવી છે એટલે રાઇ કે લીમડા ની વઘાર માં જરૂર નથી. હવે ડીશ માં ખાંડવી રાખી ને ચમચી થી વઘાર રેડો. કોથમીર થી સજાવીને પીરસો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud