મોડાસા રોડ પર કાવઠ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
ગાડીમાં સવાર તમામ લોકો રણુજાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા
કપડવંજ ગ્રામ્ય પોલીસે અકસ્માતના પગલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર મિત્રો કાળનો કોળિયો બની ગયા હતા. આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રણુજાથી દર્શન કરી પરત ફરતા હોમગાર્ડ મિત્રોને વચ્ચે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં પાંચ પૈકી ચાર મિત્રોના મોત નિપજ્યા હતા. જ્યારે એકને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સમગ્ર બનાવ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ટ્રક સાથે અથડાતા ગાડીનો કચ્ચરઘાણ બોલાઈ ગયો
કપડવંજ ગ્રામ્ય પોલીસની હદમાં આવતાં કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીંયાથી પસાર થતી કેળા ભરેલી એક આઈસર ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહન સામસામી ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. અકસ્માત બાદ આઈસર ટ્રક ચાલક વાહન મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ટક્કર એટલી ભયાનક હતી કે આખી ગાડી આગળનો ભાગ ચગદાઈ ગયો હતો.આ સાથેજ અકસ્માત થતા આસપાસના લોકો બનાવના સ્થળે દોડી આવ્યા હતા.
ગાકખવાર અકસ્માતમાં પાંચ પૈકી ચાર મિત્રોના ઘટના સ્થળે જ મોત
અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રો પૈકી 4ને ગંભીર ઈજાઓ પહોંચતા જ તેઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જોકે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉ.29વર્ષ) નામના વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સ્થાનિકોના મતે ઉપરોક્ત બંન્ને વાહનો ઘણી સ્પીડમાં હતા અને ઓવરટેકની લાહ્યમાં અકસ્માત સર્જાયો હોય એવું જાણવા મળી રહ્યું છે.
ગાડીમાં સવાર મિત્રો કપડવંજ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા તમામ શખ્સો કપડવંજ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા. જેમાં બે વ્યક્તિઓ મોટા રામપુરા અને એક ગરોડ અને એક વાઘાવતના રહેવાસી હતા.સાથેજ જાણવા મળ્યું હતું કે, આ તમામ મિત્રો હોવાથી તેઓ રણુજા દર્શને ગયા હતા. જ્યાંથી પરત ફરતાં કપડવંજ પંથક પાસે જ તેમનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. મૃતક લોકોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. સાથે સાથે અકસ્માત અંગે ગુનો નોંધવાની કામગીરી પણ કપડવંજ ગ્રામ્ય પોલીસે હાથ ધરી હતી.
મૃતકોના નામ
રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉ.વ. 55)
મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉ.વ. 48)
નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉ.વ. 35)
શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉ.વ. 33)
- મોડાસા રોડ પર કાવઠ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
- ગાડીમાં સવાર તમામ લોકો રણુજાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા
- કપડવંજ ગ્રામ્ય પોલીસે અકસ્માતના પગલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી