રાજકોટના એક યુવાનનું તેના જ મિત્ર સહિત છ શખ્સોએ અપહરણ કર્યું હતું
અપહરણકારોએ યુવાનના પિતાને ફોન કરી દોઢ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી
અપહરણકારોને પકડવા પોલીસે ટ્રેપ ગોઠવી : રૈયાધારે પૈસા લેવા આવ્યાને બે શખ્સો ઝડપાયા
WatchGujarat. શહેરનાં એક યુવાનનું તેના જ મિત્ર સહિત છ શખ્સોએ અલ્ટો કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં યુવાનને કારમાં જ મારમારતા લોધિકા વાડી વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યારબાદ અપહરણકારોએ યુવાનના પિતાને ફોન કરી દોઢ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી જેથી પોલીસ કંટ્રોલ રુમમાં જાણ થતાં યુનિવર્સિટી પોલીસે લોકેશનને આધારે આરોપીઓનો પીછો કર્યો હતો અને ગણતરીની કલાકોમાં અપહૃત યુવકને મુક્ત કરાવી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી વિગતો આપવા ડીસીપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ડીસીપી મનોહરસિંહ જાડેજાનાં જણાવ્યા અનુસાર, રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતો રાહુલ નરસિંહભાઈ બોરીચા નામનો યુવાન રાત્રીના સમયે રેલનગરમાં મામા સાહેબના મંદિરે હતો. ત્યારે દિપુ,અજય સહિત કુલ છ શખ્સો અલ્ટો કાર લઈને આવ્યા હતા. અને હમણાં આવી તેમ કહી કારમાં અપહરણ કરી લઇ ગયા હતા. ત્યારબાદ રાહુલને કારમાં જ માર મારવાનું શરૂ કર્યું હતું. જેથી રાહુલે પ્રતિકાર કરતા તેને મોઢે ડૂમો આપી કાર લોધિકા તરફ હંકારી વાડી વિસ્તારમાં લઈ જઈ બેફામ માર માર્યો હતો.
ત્યારબાદ અજયે રાહુલના પિતા નરસિંહભાઈને કોલ કર્યો કે તમારો પુત્ર જીવતો જોઈતો જોય તો રૂ.1.50 લાખ આપવા પડશે નહી તો તારા છોકરાને અમે મારી નાખીશું. જેથી ગભરાઈ ગયેલા નરસિંહભાઈએ તુરંત પોલીસનો સહારો લઇ પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કર્યો હતો. બાદમાં શહેરની તમામ પોલીસે નાકાબંધી કરતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે આરોપીની કારની મોબાઈલ લોકેશનના આધારે તપાસ આદરી હતી. આ દરમિયાન રૂપિયા લેવા આવેલા બે શખ્સો પણ પોલીસ સકંજામાં આવ્યા બાદ પ્રથમ પ્રીતેશને જાણ કરી હતી અને તેણે અન્ય બે લોકોને પૈસા મળી ગયાનો કોલ કરતા અન્ય આરોપીઓ ધરમનગર પાસે રાહુલને મૂકીને નાસી ગયા હતા.
ત્યારબાદ દિપક અને હેમરાજ પકડાયા બાદ પોલીસ અન્ય આરોપીઓને પકડવા જામનગર રોડ તરફ શેઠ નગર નજીક ગોઠવાઈ ગઈ હતી અને ત્યાં પૈસા લેવા આવેલ ટકા નામના શખ્સને ઝડપી લીધો હતો. ત્યાંથી દૂર પ્રીતેશ અલ્ટો ગાડી લઇ ઉભો હોવાની જાણ થતાં પોલીસને જોઈ પોતે નાસવા લાગ્યો હતો. અને પોલીસે પીછો કર્યો હતો. અને ચારેક કિલોમીટર સુધી નાસ્યો હતો. જોકે ચોકડી પાસે ઉભેલો સ્ટાફે પ્રીતેશને રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસેથી અને અન્ય અજય ઉર્ફે સદામને નવા રિંગ રોડ ઉપરથી પકડી પડ્યો હતો.
અપહૃત રાહુલ વાયરિંગનું કામ કરે છે. પિતા હાલ નિવૃત છે. અગાઉ બગસરા નગરપાલિકામાં નોકરી કરતા હતા. તેઓ આઠ વર્ષથી રાજકોટ રહે છે. બનાવ અંગે રાહુલનો મિત્ર અજય સાથે અગાઉ પૈસા લેતી દેતી મામલે માથાકૂટ થયાનું જાણવા મળ્યું હતું.હાલ પોલીસે તમામ શખ્સોની પુછપરછ આદરી છે.
અપહરણ-ખંડણીમાં ઝડપાયેલ આરોપીઓ અને તેમનો ગુન્હાહિત ઇતિહાસ
રેલનગર પાસેથી રાહુલ નામના યુવાનનું અપહરણ કરી ખંડણી મંગવાના ગુન્હામાં ઝડપાયેલા પૈકી અજય ઉર્ફે સદામ બિપીનભાઇ મહેતા, પ્રિતેશ ઉર્ફે દકો અલ્પેશ ગોટેચા, રૂષીક ઉર્ફે ટકો દલસુખભાઇ પરમાર, દિપક રાવતભાઇ ડાંગર, હેમરાજ સુરેશ ગઢવી અને અજય મનજીભાઇ ઉધરેજીયા છે. તેમાંથી અજય અગાઉ ચોરી,મારામારી,ધમકી અને દારૂ સહિત છ ગુન્હા અને પ્રીતેશ પણ મારામારીમાં આવી ચુક્યો છે. આ ગુન્હાનો મુખ્ય સૂત્રધાર અજય હોવાનું જાણવા મળ્યું છે.

રાહુલને સહી સલામત છોડાવવા માટે પોલીસે એક ટ્રેપ ગોઠવી હતી. જેમાં તેમના પિતાને દીકરાનાં મોબાઈલમાં કોલ કરી પૈસાની સગવડ થયાની જાણ કરી રૈયાધાર પાસે પૈસા લેવા બોલાવ્યા હતા ત્યારે ત્યાં આસપાસમાં પોલીસ પણ વોચ ગોઠવીને છુપાઈ ગઈ હતી. જ્યાં બે શખ્સો બાઇક લઇ આવ્યા અને પૈસા લઇ નાસવા જતા જ પોલીસે બંનેને દબોચી લીધા હતા. તેઓની પૂછપરછ કરતા પોતાના નામ દિપક રાવતભાઈ ડાંગર અને હેમરાજ સુરેશ ગઢવી જણાવ્યું હતું. બાદમાં બંને પાસે રૂપિયા મળી ગયાનો કોલ કરાવી પોલીસે કુનેહ પૂર્વક તમામ આરોપીઓને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- રાજકોટના એક યુવાનનું તેના જ મિત્ર સહિત છ શખ્સોએ અપહરણ કર્યું હતું
- અપહરણકારોએ યુવાનના પિતાને ફોન કરી દોઢ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી
- અપહરણકારોને પકડવા પોલીસે ટ્રેપ ગોઠવી : રૈયાધારે પૈસા લેવા આવ્યાને બે શખ્સો ઝડપાયા