• સુરત મહાનગરપાલિકાએ દૂરંદેશી અપનાવીને નાના બાળકોમાં જ ટ્રાફિક સેન્સ કેળવાય તેવું આયોજલ કર્યું
  • બાળકો માટે સુરત કિડ્સ સીટી બનાવવામાં આવશે
  • મજુરા ગેટ ચિલ્ડ્રન પાર્ક ખાતે રૂ.10.27 કરોડના ખર્ચે આ કિડ્સ સીટી સાકાર કરવાનું આયોજન
  • બાળકોને વિવિધ નોલેજની સાથે ટ્રાફિકના નિયમો પ્રત્યે પણ સભાનતા કેળવાય તે પ્રકારના પ્રોજેક્ટો મુકવામાં આવશે

WatchGujarat. સુરતમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે તેવામાં લોકોમાં ટ્રાફિક સેન્સ માટેની જાગૃતિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક વાહનચાલકો તો એવા પણ છે જેઓને ટ્રાફિકના નિયમોનું કોઈ જ્ઞાન હોતું જ નથી. અને જેના કારણે સામાન્ય અકસ્માતો પણ બનતા રહે છે. તેવામાં સુરત મહાનગરપાલિકાએ દૂરંદેશી અપનાવીને નાના બાળકોમાં જ ટ્રાફિક સેન્સ કેળવાય તે હેતુથી કિડ્સ સીટી બનાવવાનું આયોજન કર્યું છે.

સુરતના મજુરા ગેટ ચિલ્ડ્રન પાર્ક ખાતે રૂ.10.27 કરોડના ખર્ચે આ કિડ્સ સીટી સાકાર કરવાનું આયોજન કોર્પોરેશન કરી રહી છે. જેમાં ટ્રાફિકના બેઝિક નિયમો વિવિધ એક્ટિવિટી ઝોન અને ગેમિંગ થકી નાના બાળકોમાં કેળવી શકાય તે દિશામાં પ્રોજેક્ટ સાકાર કરવામાં આવનાર છે. જેને બે વર્ગમાં વહેંચવામાં પણ આવનાર છે.

સુરતમાં બનનારી કિડ્સ સિટીમાં વિવિધ એક્ટિવિટી ઝોન, ગેમિંગ એરિયા, ફૂડ કોર્ટ, ફાયર સ્ટેશન, રેડિયો સ્ટેશન, ચોકલેટ ફેક્ટરી, ટેક્સ ઓફિસ, વિઝન ઈન ડાર્કનેસ, રિટેઇલ સ્ટોર રૂમ વગેરે ડેવલપ કરવામાં આવશે. અહીં કાર અને સાઇકલ ટ્રેક અલગ અલગ બનાવવામાં આવશે. જેમાં પેડલ કાર અને ઇલેક્ટ્રિક કાર મુકવામાં આવશે. જેમાં બાળકો સરળતાથી ડ્રાઇવિંગનો આનંદ લઇ શકશે.

બાળકોને વિવિધ નોલેજની સાથે ટ્રાફિકના નિયમો પ્રત્યે પણ સભાનતા કેળવાય તે પ્રકારના પ્રોજેક્ટો મુકવામાં આવશે. આ કિડ્સ સિટીમાં 4 થી 14 વર્ષના બાળકો માટે અને 8 થી 10 વર્ષના બાળકો માટે જુદી જુદી એકટીવટી અને ગેમિંગ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. મજુરા વિસ્તારમાં કુલ 4240 ચોરસ મીટર જગ્યામાં આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud