સપ્ટેમ્બર મહિનાથી અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન કિર્તીદાન ગઢવીએ અમેરિકાના જુદા જુદા શહેરોમાં રાજ્યોમાં 33 જેટલા પ્રોગ્રામ કર્યા
કિર્તીદાન ગઢવી અઢી મહિના બાદ રાજકોટ પરત ફરતા ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજાયો
આ તકે તેમના ખાસ મિત્ર અને ભાજપનાં નગર સેવક જયમીન ઠાકર ખાસ હાજર રહ્યા
WatchGujarat. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અમેરિકાથી પરત રાજકોટ આવ્યા છે. લગાતાર 33 કાર્યક્રમો સાથે અમેરિકામાં ડંકો વગાડી પરત ફરેલા કીર્તિદાનનું માધાપર ચોકડી નજીક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મિત્રો તેમજ શુભેચ્છકો અને કિર્તીદાન અભિવાદન સમિતિ દ્વારા કીર્તિદાનને ફૂલડે વધાવવામાં આવ્યા હતા. આ તકે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
https://youtu.be/e-wR7HjJSAg
કીર્તિદાન ગઢવી દિવાળી પહેલા એટલે કે, સપ્ટેમ્બર મહિનાથી અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન કિર્તીદાન ગઢવીએ અમેરિકાના જુદા જુદા શહેરોમાં રાજ્યોમાં 33 જેટલા પ્રોગ્રામ કર્યા હતા. અને અમેરિકામાં વસતા ગુજરાતીઓના દિલ જીત્યા હતા. જેમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ ઉપરાંત ત્યાંના લોકો દ્વારા કીર્તિદાન પર ડોલરો વરસાવાયા હતા. અને કીર્તિદાને અમેરિકાની ધરતી પર લગાતાર 33 કાર્યક્રમ આપનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનવાનું ગૌરવ પણ હાંસિલ કર્યું હતું. આ દરમિયાન જ કિર્તીદાન ગઢવીએ ગુજરાતની દીકરીઓ માટે લાડકી પ્રોજેક્ટ લોન્ચ કરી દીકરીઓ માટે મદદ કરવા નિર્ણય કર્યો છે. એટલું જ નહીં આ માટે રૂ. 2 કરોડનું ફંડ પણ એકત્ર કરી લીધું છે.
કિર્તીદાન ગઢવી અઢી મહિના બાદ રાજકોટમાં પોતાના ઘરે પરત ફરતા જામનગર રોડ પર માધાપર ચોકડી નજીકનાં સ્વામી નારાયણ મંદિર પાસે કિર્તીદાન અભિવાદન સમિતિ દ્વારા ગઢવીનાં ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શુભેચ્છકોએ કિર્તીદાન ગઢવીને ફૂલડે વધાવ્યા હતા. આ તકે તેમના ખાસ મિત્ર અને ભાજપનાં નગર સેવક જયમીન ઠાકર ખાસ હાજર રહ્યા હતા. પોતાનું ભવ્ય સ્વાગત કરવા બદલ કીર્તિદાને સૌકોઈનો આભાર માન્યો હતો.