જો જો તમારી પંતગ ચગાવવાની મજા પક્ષીઓની સજા ન બને
ફાયર બ્રિગેડની ત્રણ લશ્કરોની રેસ્ક્યુ ટીમ બાજને દોરીમાંથી મુક્ત કર્યુ
પતંગની દોરીથી બાજ પક્ષીના ગળામાં ગંભીર ઇજા પહોંચતા ઉડી પણ શક્યું નહતુ
WatchGujarat.ઉત્તરાયણ આવતા જ આકાશમાં વિહરતા પક્ષીઓ માટે જોખમ શરૂ થઇ ગયું છે. પંડ્યા બ્રિજ પાસે ઝાડ ઉપર રાત પસાર કરતા બાજ પક્ષી ઝાડ પડેલા પતંગના દોરામાં ફસાઇ જતા ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્નારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યું હતુ. જો કે ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા પ્રમાણે ધારદાર પતંગની દોરી બાજના ગળામાં વાગતા બચવુ મુશ્કેલ છે. ફાયર બ્રિગેડ દ્વારા પતંગની દોરીથી ઇજા પામેલા બાજને બચાવી લેવા પ્રયાસો હાથ ધર્યા છે.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે નારી સંરક્ષણ કેન્દ્ર નજીક આવેલા ઘટાદાર વૃક્ષ ઉપર બાજ પક્ષી સહિત અનેક વિધ પ્રકારના પક્ષીઓ રાતવાસો કરે છે. રાબેતા મુજબ બાજ પક્ષી સહિત અન્ય પક્ષીઓ રાત વાસો કરી રહ્યા હતા. દરમિયાન એક બાજ પક્ષી ઝાડ ઉપર કપાઇને આવેલી પતંગની દોરીમાં ફસાઇ ગયુ હતુ. પતંગની દોરીમાં ફસાઇ ગયેલા બાજે છૂટવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ બાજ નીકળી શક્યુ ન હતુ. દરમિયાન દોરીમાં ફસાઇ ગયેલા બાજ ઉપર પસાર થઇ રહેલા એક જીવદયા પ્રેમીની નજર પડતા તુરત જ તેણે ફાયર બ્રિગ્રેડને જાણ કરી હતી. ઉત્તરાયણ પર્વ માટે બનાવવામાં આવેલી ફાયર બ્રિગેડની ત્રણ લશ્કરોની રેસ્ક્યુ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને સાવચેતી પૂર્વક પતંગની દોરીમાં ફસાઇ ગયેલા બાજને મુક્ત કર્યુ હતુ. જો કે પતંગની દોરીથી બાજ પક્ષીના ગળામાં ગંભીર ઇજા પહોંચતા ઉડી પણ શક્યું નહતુ.ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા બાજ બચી જાય તે માટેના પ્રયાસો હાથ ઘર્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે પંતગ રસીયાઓએ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. મૂંગા અબોલા પક્ષીઓને જીવનું જોખમ ઉભુ ન થાય તે માટે પંતગ ચગાવતા સમયે સાવચેતી રાખવી ખાસ જરૂરી છે. શહેરની પંડ્યા હોટલ પાસે નારી સંરક્ષણ કેન્દ્ર નજીક પંતગની દોરીથી ગંભીર ઇજા પામેલ બાજ પક્ષીની જેમ આગામી ત્રણ દિવસમાં અનેક પક્ષીઓ ભોગ બનશે. શહેરમાં આજથી જીવદયાનુ કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી ઇજા પામતા પક્ષીઓને બચાવવા માટે કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે.