• નરેશ પટેલ કોઈ નિર્ણય કરે તે પહેલાં કોળી સમાજ તેમનાથી નારાજ હોવાની વાત સામે આવી
  • ગુજરાત કોળી વિકાસ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો
  • કોળી સમાજના આગેવાનોએ ખોડલધામ ચેરમને નરેશ પટેલ સાથે ખાનગી રાહે બેઠક કરી હતી
  • જેમાં બંને સમાજ એક થઇને ગુજરાતનો અને સમાજનો વિકાસ કરવાની ચર્ચા કરી હતી

WatchGujarat.ખોડલધામ ‘નરેશ’નાં રાજકારણ પ્રવેશ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ અંગે નરેશ પટેલ કોઈ નિર્ણય કરે તે પહેલાં કોળી સમાજ તેમનાથી નારાજ હોવાની વાત સામે આવી છે. જેમાં ‘સરપંચથી સંસદ સુધી પાટીદાર હોવા જોઈએ’ નાં નિવેદન અંગે ગુજરાત કોળી વિકાસ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને આ અંગે પત્ર લખી આ નિવેદન પરત લેવાની માંગ કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ખોડલધામ ખાતે કોળી સમાજના આગેવાનોએ ખોડલધામ ચેરમને નરેશ પટેલ સાથે ખાનગી રાહે બેઠક કરી હતી, જેમાં બંને સમાજ એક થઇને ગુજરાતનો અને સમાજનો વિકાસ કરવાની ચર્ચા કરી હતી.

ગુજરાત કોળી વિકાસ સંગઠને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કાગવડ ખોડલ ધામ ના પ્રમુખ નરેશ પટેલ દ્વારા એકતરફી વાત કરી માત્ર પટેલ સમાજને રાજકીય હોદા ઉપર સ્થાન મળે તેવુ જાહેરમાં મીડીયા સમક્ષ નિવેદન કરવામાં આવ્યુ હતુ કે સરપંચ થી માંડીને સાંસદ સુધી પટેલ સમાજના હોદેદારો હોવા જોઈએ. ત્યારે દુઃખ સાથે કહેવામાં આવે છે કે, તમામ સમાજના લોકોને રાજકીય હોદામાં સ્થાન મળે તેવું નિવેદન કરવું જોઈએ પરંતુ નરેશ પટેલ દ્વારા જાતિવાદ જ્ઞાતિવાદ નું વલણ રાજકારણ કરવામાં આવે છે ત્યારે લેવા પટેલ અને કડવા પટેલ એક નથી કરી શકયા હાલ અન્ય સમાજને સાથે રાખવાની વાતો કરે છે. ત્યારે અન્ય સમાજના લોકોને રાજકીય હોદા નહીં મળે. માત્ર પટેલ સમાજને હોદા મળે એનો સીધો મતલબ કે અન્ય સમાજ સાથે મજાક કરી રહીયા છે.

વધુમાં પત્રમાં જણાવ્યું છે કે,નરેશ પટેલ તાત્કાલીક ધોરણે સરપંચથી સંસદ સુધીનુ જાતિવાદી નિવેદન કર્યુ હતું તે પરત ખેંચવામાં આવે એવી અમારી માંગણી છે કારણ કે ગુજરાતમાં તમામ સમાજની અંદર નિષ્ઠાવાન લોકો છે. તેને પણ રાજકીય હોદાઓ માટે તક મળવી જોઈએ. અને નરેશ પટેલ દ્વારા કોળી સમાજ તેમજ અન્ય સમાજને પણ રાજકીય હોદા મળવા જોઈએ એવું કયારેય નિવેદન કરેલ નથી જેનો અમે ખુબ કોળી સમાજ વિરોધ કરીએ છીએ અને અમારા તમામ કોળી સમાજના સંગઠનોને જાણ કરીએ છીએ કે જાતિવાદી રાજ કારણ નરેશ પટેલ દ્વારા કરવામાં આવે છે તેને સમર્થન નહીં આપવામાં આવે.

જૉ નરેશ પટેલ કોળી સમાજ સહીત તમામ સમાજને સાથે રાખીને તમામ સમાજને રાજકીય હોદા મળી રહે તેવી વાત કરે તો અમોને વાંધો નથી. તમામ સમાજને સાથે રાખીને ચાલે તો અમે ધન્યવાદ આપીએ છીએ. માત્ર પટેલ સમાજના સરપંચથી માંડીને સંસદ સુધીના પટેલ સમાજના લોકોને રાજકીય હોદા માટેની વાત સાથે અમે સહમત નથી અને અમે વિરોધ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને હજું રહસ્ય જ છે. થોડાક દિવસ પહેલા કોળી સમાજના આગેવાન સાથે થયેલ બેઠકમાં પણ યોગ્ય સમયે જાણ કરવાની અને દરેક સમાજ કહેશે તેવી નરેશ પટેલે વાત કરી હતી.

નરેશ પટેલ સાથે બેઠક બાદ કોળી સમાજના માંધાતા ગ્રુપના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, નરેશ પટેલ જેવા વ્યક્તિએ રાજકારણમાં ચોક્કસ આવવું જોઈએ અને સારા વ્યક્તિની રાજકારણમાં ખૂબ જ જરૂર છે, સાથે નરેશ પટેલ રાજકારણમાં આવીને ગુજરાતની સેવા કરવી જોઈએ, જયારે નરેશ પટેલ જેવા સારા વ્યક્તિ ને તે જ્યાં હોય ત્યાં કોળી સમાજ તેની સાથે દરેક સમાજ સાથે રહેશે તે ચોક્કસ છે. બરાબર આ સમયે જ કોળી સમાજના અન્ય એક સંગઠનનો વિરોધ સામે આવતા નરેશ પટેલની મુશ્કેલી વધી છે.

Facebook Comments Box

Videos

Our Partners