કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી રૂ. 21 હજાર કરોડનો ત્રણ હજાર કિલો ડ્રગ્સ જપ્ત કરાયો હતો
મુન્દ્રામાં પકડેલા ડ્રગ્સકાંડમાં હજુ સુધી કુલ આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે
ભારતની અનેક એજન્સીઓએ ડ્રગ્સકાંડમાં સંડોવાયેલાઓને પકડવા આઠ શહેરોમાં તપાસની ધમધાટ શરૂ કર્યો
WatchGujarat. કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી તાજેતરમાં જ ડીઆરઆઈએ રૂ. 21 હજાર કરોડનું જેટલી રકમનું ત્રણ હજાર કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું .જેમાં નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કાંડમાં ઈરાનમાં કામ કરતા કોઇમ્બતુરના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જે ઇરાનમા રહીને ફોરેન ટ્રેડ માટે કામ કરતો હતો. તેને ગાંધીધામમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો છે.
13 સપ્ટેમ્બરે બે કન્ટેનર ડીઆરઆઈ(ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇનટેલિજન્સ)એ મુન્દ્રા પોર્ટ પર અટકાયત કરી હતી. જે ઇરાનના અબ્બાસ બંદર થઇને અફઘાનિસ્તાનના કંદહારથી મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. આ કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ હોવાનું જાહેર કરાયું હતું. જો કે કન્ટેનરની વિગતવાર તપાસ કરી બંને કન્ટેનરમાંથી ત્રણ હજાર કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ હતું. અને આ ઝડપાયેલો ડ્રગ્સ હજુ સુધી દુનિયાનો સૌથી મોટો જથ્થો માનવામાં આવી રહ્યો છે. આ મામલે ડીઆરઆઈ દ્વારા આઠ શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ, નવી દિલ્હી, નોઇડા, ચેન્નાઇ, કોઇમ્બતુર, અમદાવાદ, માંડવી અને વિજયવાડામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે મુન્દ્રામાં ઝડપાયેલા ડ્રગ્સનું શ્રીલંકા સાથે પણ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ત્યારે નશાના કારોબારીઓ મુન્દ્રા અને પોરબંદરથી જપ્ત કરાયેલ ભારત ઉપરાંત શ્રીલંકા અને નેપાળ પણ મોકલવાના હતા.
અત્યર સુધીમાં ડ્રગ્સ કાંડમાં ચાર અફઘાની, ત્રણ ભારતીય અને એક ઉઝબેકિસ્તાન સહિત કુલ આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઇરાનમાં રહીને ફોરેન ટ્રેડ માટે કામ કરતો હતો. શખ્સને ગાંધીધામમાં જ અરેસ્ટ કરવામા આવ્યો છે. ઇરાનના પોર્ટથી લોડિંગમાં મદદરૂપ હોવાની આશંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દેનમાં ઘુસાડવામા આવતો ડ્રગ્સ એકદમ હલકી ગુણવત્તાનું અને ભેળસેળયુક્ત હોય છે, જોકે પકડાયેલ ત્રણ હજાર કિલો ડ્રગ્સ એકદમ સારી ગુણવત્તાનુ હોવાનું સુરક્ષા એજન્સીઓ કહી રહી છે. ત્રણ હજાર કિલ્લો ડ્રગ્સના જથ્થાને પ્રોસેસ કરીને દસ હજાર કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો બનાવી શકાય તેમ છે. ભારત દેશમાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા સુરક્ષા એજનસીઓ ચોંકી ઉઠી હતી. આ મામલે પ્રપ્ત વિગતો અનુસાર કચ્છના ડ્રગ્સકાંડમાં હજુ પણ ધણા મોટા માથા સંડોવાયેલા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. જે અંગે અલગ અગલ એજન્સીઓ કર્યવાહી કરી રહી છે.
- કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી રૂ. 21 હજાર કરોડનો ત્રણ હજાર કિલો ડ્રગ્સ જપ્ત કરાયો હતો
- મુન્દ્રામાં પકડેલા ડ્રગ્સકાંડમાં હજુ સુધી કુલ આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે
- ભારતની અનેક એજન્સીઓએ ડ્રગ્સકાંડમાં સંડોવાયેલાઓને પકડવા આઠ શહેરોમાં તપાસની ધમધાટ શરૂ કર્યો