કચ્છના અતિપ્રખ્યાત એવા માતાના મઢમાં આજે પ્રથમવાર કોઈ મહિલા દ્વારા આજે પતરી વિધિ કરાઈ છે
350 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કચ્છના મહારાણી પ્રીતિદેવી જાડેજાએ આજે માતાના મઢમાં પતરી વિધિ
નવરાત્રિમાં આઠમના પવિત્ર દિને મહારાણી પ્રિતીદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો
WatchGujarat. કચ્છના અતિપ્રખ્યાત માતાના મઢમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે. જેમાં પહેલીવાર કોઈ મહિલા દ્વારા પતરી વિધિ કરવામાં આવી છે. 350 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા દ્વારા આજે પતરી વિધિ કરાઈ છે. જેમાં કચ્છના મહારાણી પ્રીતિદેવી જાડેજાએ આજે માતાના મઢમાં પતરી વિધિ કરી હતી. મહારાણી પ્રિતીદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. આ એક નવા ઈતિહાસની રચના છે જ્યારે પૂરૂષની જગ્યાએ કોઈ મહિલાએ આ વિધિ કરીને માતાનો પ્રસાદ મેળવ્યો હોય.
https://youtu.be/Iv1MZz8fX18
પ્રાપ્ત વિગતો અનુસાર આજે નવરાત્રિમાં કચ્છના અતિપ્રખ્યાત માતાના મઢમાં પતરી વિધિ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજ પરિવારના પ્રતિનિધિએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને માતાના આશીર્વાદ મેળવવાના હોય છે. ત્યારે આજે ઈતિહાસમાં પ્રથમવાર સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ પતરી વિધિ કરવાનો લ્હાવો લીધો હતો. રાજ પરિવારના પ્રતિનિધિ તરીકે તેમણે પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા. મહારાણી પ્રિતિદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. તેમણે કચ્છ અને દેશ માટે સુખ શાંતિ અને કોરોના નાબુદી માટે માતાને પ્રાર્થના કરી હતી. ત્યારે આજે આ ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી.
મહત્વનું છે કે કચ્છમાં પહેલીવાર કોઈ મહિલાએ પતરી વિધિ કરી હોય તેવુ બન્યુ છે. મળતી વિગતો અનુસાર પતરી વિધિ માટે રાજ પરિવારના તમામ સભ્યો માતાના મઢ પહોંચ્યા હતા. ચાચરાકુંડથી ચામર વિધિ પૂર્ણ કરી માતાના મઢ પતરી વિધિ માટે મહારાણી પ્રિતીદેવી પહોંચ્યા હતા. આમ, 350 વર્ષમાં પહેલીવાર આ નજારો જોવા મળ્યો હતો. આ અગાઉ ગઈકાલે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ આશાપુરા મંદિરે અશ્વિન નવરાત્રિના સાતમના રાત્રે હોમ હવનનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના અધ્યક્ષ રાજાબાવાએ મોડી રાત્રે હોમ કર્યો હતો.