કોઇ પણ સંકટના સમયે સૌથી પહેલી મદદની આશા પોલીસ વિભાગ પાસેથી સામાન્ય જનતાને હોય છે
ફિલ્મી પર્દે પોલીસની જે કામગીરી બતાવવામાં આવે છે તેનાથી જમીની હકીકત અનેક ઘણી વિપરીત છે
ગતરોજ ખાખી વર્ધીમાં કારમાં સવાર ચાર જેટલા જવાનોનો ગાયન ગાતો અને ઝુમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
ગાંધીધામ એ ડિવીઝનમાં ફરજ બજાવતા જગદીશ ખેતાભાઇ સોલંકી, હરેશ ઇશ્વરભાઇ ચોધરી અને રાજા મહેન્દ્રકુમાર હિરાગર સામે ખાતાકીય પગલાં ભરી ત્રણેયને સસ્પેન્ડ કરાયા
બોર્ડર પર ફરજ બજાવતા કોઇ આર્મીના જવાનનો ગીત ગાતો વિડીયો સામે આવો તો લોકો તેનામાં છુપાયેલા કલાકારને ખુલ્લા દિલથી આવકારે છે
માત્ર વાયરલ વિડીયોમાં ગીત ગાવા અને ઝુમવા જેવી બાબતે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે તે નાની વાત નથી
WatchGujarat. પોલીસની કામગીરી ફિલ્મી પરદે અને હકીકતમાં ખુબ જ અલગ છે. એમ કહીએ કે જમીન આસમાનનો ફર્ક છે તો ખોટું નથી. હકીકતે શહેરમાં સાયકલનું ટાયર ચોરી થયું હોય કે પછી કોરોનાનો દર્દી ભાગી ગયો હોય તમામ કેસોમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે. ગતરોજ સોશિયલ મીડિયામાં ચાર પોલીસ કર્મીઓને ખાખી યુનિફોર્મમાં ગીત ગાતા ઝુમવાનો વિડીયો વાયરલ થયો હતો. જેના અનુસંધાને ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સવાલ એવો થાય કે શું ગાયન ગાવું અને ઝુમવું એટલો મોટો ગુનો છે કે તેના કારણે સસ્પેન્ડ પણ થઇ જવાય.
https://youtu.be/wDS4MrGVrVI
કોઇ પણ સંકટના સમયે સૌથી પહેલી મદદની આશા પોલીસ વિભાગ પાસેથી સામાન્ય જનતાને હોય છે. શહેરમાં નાનામાં નાની ઘટનાથી લઇને મોટામાં મોટી ઘટનાની તપાસ પોલીસના હાથમાં હોય છે. ફિલ્મી પર્દે પોલીસની જે કામગીરી બતાવવામાં આવે છે તેનાથી જમીની હકીકત અનેક ઘણી વિપરીત છે. પોલીસ અનેક પડકારોનો સામનો કરીને રોજીંદી કામગીરી કરતી હોય છે. પરંતુ ગતરોજ ખાખી વર્ધીમાં કારમાં સવાર ચાર જેટલા જવાનોનો ગાયન ગાતો અને ઝુમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષકે ગાંધીધામ એ ડિવીઝનમાં ફરજ બજાવતા જગદીશ ખેતાભાઇ સોલંકી, હરેશ ઇશ્વરભાઇ ચોધરી અને રાજા મહેન્દ્રકુમાર હિરાગર સામે ખાતાકીય પગલાં ભરી ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા છે. જેને કારણે હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું ગીત ગાવું એટલો મોટો ગુનો છે કે સસ્પેન્ડ પણ થઇ જવાય.
સંગીતકારો સિવાય ગીત ગાવું સામાન્ય રીતે હળવાશની પળોનો આનંદ ગણવામાં આવે છે. કોઇ રાજકારણીનો ગીત ગાતો વિડીયો સામે આવે તો લોકો તેની અંદર રહેલા સંગીતકારને વધાવી લે છે. કોઇ ફિલ્મી હસ્તીનો ગીત ગાતો વિડીયો સામે આવે તો લોકો તેની કલાકારીને પસંદ કરી તેની વાહવાહી કરે છે. બોર્ડર પર ફરજ બજાવતા કોઇ આર્મીના જવાનનો ગીત ગાતો વિડીયો સામે આવો તો લોકો તેનામાં છુપાયેલા કલાકારને ખુલ્લા દિલથી આવકારે છે. અને તેને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા મારફતે અનેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ જો કોઇ ખાખી વર્દીધારીનો વિડીયો બહાર આવે તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. જાણે તેણો કોઇ મોટો ગુનો કર્યો હોય તે પ્રકારે ચીતરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આપણે એ ના ભુલવું જોઇએ કે આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છે. ગમે ત્યારે ગમે તે વાયરલ થઇ શકે છે. ઇન્ટરનેટ સાથે જો આપણે સમજદારી પુર્વક નહિ જીવીએ તો કોઇ પણ વાયરલ વિડીયો લોકોના જીવનમાં વળાંક લાવી શકે છે. માત્ર વાયરલ વિડીયોમાં ગીત ગાવા અને ઝુમવા જેવી બાબતે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે તે નાની વાત નથી. આ નાનકડી ઘટના બાદ લેવાયેલા પગલાંથી અનેક પોલીસ કર્મીઓના મનોબળ પર ભારે અસર જોવા મળી શકે છે તે વાત નકારી શકાય તેમ નથી.