• વિરલ હડિયાએ ત્રણ કલાક અને 10 મિનિટ સુધી તાળી પાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
  • વિરલે બંને હાથે 33,900 તાળી પાડી કીર્તિમાન સ્થાપિત કર્યો છે
  • તાળી વગાડવાથી આપણા આખા શરીરમાં ખેંચાણ થવા લાગે છે, અને માંસપેશીઓ એક્ટિવ જાય છે

Watchgujarat.શું તમને ખબર છે તાળી કેમ પાડવામાં આવે છે? અહીં જાણો તેનું કારણ. માનવીનું જીવન ન જાણે કેટલા સવાલોથી ભરેલું છે, દરેક વસ્તુમાં એક સવાલ છે, જેમાંથી કેટલીક વસ્તુઓ સાથે જોડાયેલા સવાલ તો હજી સુધી રહસ્ય બનેલા છે. એવી જ રીતે જો હિંદુ ધર્મની વાત કરીએ, તો જયારે આપણે કોઈ પણ ભગવાનની પૂજા-અર્ચના કરીએ છીએ, તો તાળીઓ વગાડીને તેમની આરાધના કરીએ છીએ, અને આ આજની નહિ પણ સદીઓથી ચાલી આવી રહેલી એક પરંપરા છે. અને આજ સુધી આપણે લોકો તાળીઓ વગાડીને ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ.કોઈપણ સેલિબ્રેશન હોય કે પછી પ્રોગ્રામમાં કોઈનો ઉત્સાહ વધારવા માટે પણ તાળીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તાળી પાડવાની પણ એક કળા છે. કોઈપણ વ્યક્તિ એક સેકન્ડ, એક મિનિટ, એક કલાક જેટલો સમય સતત પાડી શકે છે. પરંતુ ત્રણ કલાક સુધી કોઈ ટાળી પાડે તો?

મળતી માહિતી મુજબ કચ્છના એક યુવાને સતત ત્રણ કલાક સુધી તાળીઓ પાડીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. અંજારમાં રહેતા વિરલ હડિયા નામના યુવકે ત્રણ કલાક અને 10 મિનિટ સુધી તાળી પાડીને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં પોતાનું નામ અંકિત કર્યું છે. વિરલે બંને હાથે 33,900 તાળી પાડી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મિડીયા સાથે વાત કરતાં યુવાને કહ્યું, જે કંઈ સફળતા મળી છે તે સતત મહેનત કરવાથી મળી છે, અને રેકોર્ડ બનાવવા માટે ખુબ મહેનત કરી હતી. તો આ અનોખા રેકોર્ડની ચર્ચા ચોતરફ થઇ રહી છે. લોકો આ અનોખા રેકોર્ડ વિશે અને એમાં પણ વિરલની ક્ષમતા વિશે જાણીને દંગ રહી ગયા છે.

તાળી પાડવાનું મહત્વ શું છે ?

આપણે ત્યાં સદીઓ પહેલાથી તાળી વગાડવાનું ચલણ છે. ભગવાનની સ્તુતિ, ભક્તિ, આરતી વગેરે ધર્મ-કર્મના સમયે તાળી વગાડવામાં આવે છે. વિજ્ઞાન અનુસાર તાળી વગાડવી એક પ્રકારનો વ્યાયામ જ છે, તાળી વગાડવાથી આપણા આખા શરીરમાં ખેંચાણ થવા લાગે છે, અને આપણા શરીરની માંસપેશીઓ એક્ટિવ થઈ જાય છે. જોર-જોરથી તાળીઓ વગાડવાથી થોડી વારમાં આપણા શરીરમાં પરસેવો થવાનું શરૂ થઈ જાય છે, અને આખા શરીરમાં એક અલગ પ્રકારની ઉત્તેજના પેદા થઈ જાય છે.

આપણી હથેળીઓમાં શરીરના અન્ય અંગોની નસોના બિંદુ હોય છે, જેને એક્યુપ્રેશર પોઇન્ટ કહેવામાં આવે છે. તાળી વગાડવાથી આ બિંદુઓ પર દબાણ પડે છે અને તેની સાથે સંબંધિત અંગોનું રક્ત સંચાર વધે છે, જેથી તે સારી રીતે કામ કરવા લાગે છે. એક્યુપ્રેશર પદ્ધતિમાં તાળી વગાડવી ઘણી વધારે લાભદાયક માનવામાં આવે છે. આ કારણો સર તાળી વગાડવી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયક હોય છે.

હિંદુ ધર્મમાં આરતી દરમિયાન તાળી વગાડવાને આપણે કર્તલ ઘ્વનિના નામથી પણ ઓળખીએ છીએ, આ એક સ્વાભાવિક ક્રિયા માનવામાં આવે છે. મંદિર હોય કે કોઈ પૂજા સ્થળ, જ્યાં પણ આરતી થઈ રહી હોય, ત્યાં ભક્તિ ભાવમાં લીન શ્રદ્ધાળુઓ તાળી જરૂર વગાડે છે. કોઈ પણ ઉત્સવ, જન્મદિવસ અથવા સંત સમાગમ દરમિયાન પણ હર્ષોલ્લાસ સાથે કર્તલ ધ્વનિ પેદા કરવામાં આવે છે. કોઈના ઉત્સાહને વધારવા માટે પણ લોકો તાળીનો ઉપયોગ કરે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud