• રાજકોટમાં આવેલ રાષ્ટ્રીય કક્ષાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ તેમજ ટોયલેટ સહિતની પાયાની સુવિધાઓ જ નથી
  • જેના કારણે અહીં નેશનલ કક્ષાની કોઈ નેશનલ લેવલની ટુર્નામેન્ટ રમી શકાતી નથી
  • આ અંગે શહેરનાં ડે. મેયર દર્શીતાબેન શાહે મ્યુ. કમિશ્નર અમિત અરોરાને પત્ર લખીને રજૂઆત કરી
  • તાત્કાલિક તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ડે.મેયરે માંગ કરી

WatchGujarat. શહેરનાં રેસકોર્સ ખાતે રાષ્ટ્રીય કક્ષાનું એક ફૂટબોલ ગ્રાઉન્ડ આવેલું છે. પરંતુ તેમાં ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ તેમજ ટોયલેટ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નહોવાને કારણે અહીં નેશનલ કક્ષાની કોઈ નેશનલ લેવલની ટુર્નામેન્ટ રમી શકાતી નથી. ત્યારે આ અંગે શહેરનાં ડે. મેયર દર્શીતાબેન શાહે મ્યુ. કમિશ્નર અમિત અરોરાને પત્ર લખીને રજૂઆત કરી છે. અને તાત્કાલિક આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

ડેપ્યુટી મેયરનાં જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા હસ્તક રેસકોર્સમાં ફૂટબોલ તથા હોકી ગ્રાઉન્ડ આવેલ છે. આ બંને ગ્રાઉન્ડનો રાજકોટના રમતપ્રેમીઓ ઘણો ઉપયોગ કરે છે તેમજ બને ગ્રાઉન્ડ નેશનલ લેવલના ગ્રાઉન્ડ છે. પરંતુ અહી ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ, ચેન્જિંગ રૂમ તેમજ ટોઇલેટની વ્યવસ્થા નથી. હાલ ટોયલેટ માટે ગ્રાઉન્ડના ખેલાડીઓ ઇન્ડોર સ્ટેડીયમનો ઉપયોગ કરે છે. તેમજ અહી અપૂરતી સુવિધાના પરિણામે નેશનલ લેવલના મેચો રમાડી શકાતા નથી. આ બંને ગ્રાઉન્ડની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની ખાલી જગ્યા હાલ છે જે જગ્યા ધણી મોટી છે જે ધ્યાને આ બંને ગ્રાઉન્ડમાં રમાનાર મેચો વખતે પ્રેક્ષકો માટે વ્યુઈંગ ગેલેરી બની શકે તેવું છે. પ્રેક્ષકોને જોવાની વ્યવસ્થા થતા હોકી તથા ફૂટબોલના મેચો દરમિયાન ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળી રહેશે તેમજ રમતપ્રેમી નગરજનોને આ મેચો જોવાની સારી વ્યવસ્થા મળી શકશે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટ દિન પ્રતિદિન વિકસતું શહેર છે. તેમજ ફૂટબોલ તથા હોકી ક્ષેત્રે રમત વીરોને વધુને વધુ પ્રોત્સાહન મળે અને નેશનલ લેવલે રાજકોટના ખેલાડીઓ પણ રાજકોટનું નામ રોશન કરે તે માટે વધુ સારી સુવિધા ઉભી કરવી જરૂરી છે. અને નેશનલ લેવલના મેચો પણ આ ગ્રાઉન્ડમાં રમાય જે ધ્યાને લઇ હોકી ગ્રાઉન્ડ તથા ફૂટબોલ ગ્રાઉન્ડની વચ્ચે રહેલી જગ્યામાં વ્યુઈંગ ગેલેરી તેમજ નીચે ચેન્જિંગ રૂમ, ડ્રેસિંગ રૂમ તેમજ ટોઇલેટની વ્યવસ્થા સત્વરે ઉભી કરવી જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud