RTI મારફતે મેયર,ચેરમેન, ડેપ્યુટી મેયર, તેમજ સાશક પક્ષના નેતા દ્વારા એક વર્ષમાં કરાયેલા ખર્ચની વિગતો માંગવામાં આવી
પાલિકાના શાસકો દ્વારા એક વર્ષમાં કુલ મળીને રૂ. 6.49 લાખનો ખર્ચ કરવામાં આવ્યો
શહેરના રહેવાસીઓ મુશ્કેલી ભોગવે અને ઉચ્ચ હોદ્દાપર બિરાજમાન નેતાઓ દ્વારા લખલુંટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે
WatchGujarat. કહેવાતા સ્માર્ટ સીટી વડોદરામાં નાગરીકો અનેક સમસ્યાનો રોજીંદો ભોગ બને છે. ખરાબ રસ્તા અને પાણી સહિતની સામાન્ય જરૂરિયાતો પુરી પાડવામાં નિષ્ફળ રહેલા વડોદરાની પાલિકાના સત્તાધીશો ચા, પાણી અને નાસ્તા પાછળ લખલૂંટ પૈસો ખરચી રહ્યા હોવાનું આરટીઆઇમાં સામે આવ્યું છે. હવે નિષ્ફળ શાસકો સામે શું કરવું તે પ્રજા આવનારી ચુંટણીમાં જ બતાવી દેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
વડોદરા મહાનગર પાલિકાના સભા શાખામાં માહિતી અધિકાર અધિનિયમ (RTI) મુજબ વડોદરા મહાનગર પાલિકાના મેયર,ચેરમેન, ડેપ્યુટી મેયર, તેમજ સાશક પક્ષ ના નેતા દ્વારા માર્ચ 2021 થી માર્ચ 2022 સુધીમાં કેટલા નાણાં નો ચા નાસ્તો તેમજ બર્થ ડે સેલિબ્રેશન નો ખર્ચ કરવામાં આવ્યો છે તેની માહિતી માંગવામાં આવી હતી. જેમાં સ્ફોટક માહિતી સામે આવી છે. આરટીઆઇના જવાબ અનુસાર વડોદરા મહાનગર પાલિકાના મેયર દ્વારા રૂ. 89,172, ડેપ્યુટી મેયર દ્વારા રૂ. 1.30 લાખ, ચેરમેન દ્વારા 2.89 લાખ અને શાસક પક્ષના નેતા દ્વારા 1.32 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તમામનો કુલ ખર્ચ રૂ. 6.49 લાખ પહોંચે છે. આ વાત RTI એક્ટીવીસ્ટ અતુલ ગામેચીએ માંગેલી માહિતીમાં બહાર આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રોડ-રસ્તા, પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓનો રોજબરોજના જીવનમાં મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. તેવામાં પાલિકાના શાસકો દ્વારા લાખો રૂપિયા ચા પાણી સહિતના ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ ખર્ચ શાસકોએ સત્તા સંભાળ્યા બાદના એક વર્ષનો છે. લાખો રૂપિયાના ખર્ચની ચોંકાવનારી માહિતી સામે આવતા જ લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યો છે, વડોદરા માંથી પ્રધાનમંત્રી લોકસભાની બેઠકમાટે ચુંટાયા હતા. તેવા શહેરના રહેવાસીઓ મુશ્કેલી ભોગવે અને બીજી તરફ લોકોની સેવા કરવાના વાયદાઓ આપી ચુંટાઇને પાલિકાની ઉચ્ચ હોદ્દાપર બિરાજમાન નેતાઓ દ્વારા લખલુંટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
- RTI મારફતે મેયર,ચેરમેન, ડેપ્યુટી મેયર, તેમજ સાશક પક્ષના નેતા દ્વારા એક વર્ષમાં કરાયેલા ખર્ચની વિગતો માંગવામાં આવી
- પાલિકાના શાસકો દ્વારા એક વર્ષમાં કુલ મળીને રૂ. 6.49 લાખનો ખર્ચ કરવામાં આવ્યો
- શહેરના રહેવાસીઓ મુશ્કેલી ભોગવે અને ઉચ્ચ હોદ્દાપર બિરાજમાન નેતાઓ દ્વારા લખલુંટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે