• મોરબીમાં સોસાયટીના પ્લોટમાં ભુમાફિયાઓ સક્રિય થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો 
  • લક્ષ્મીનારાયણ સોસાયટીના પ્લોટમાં પુર્વ મંજુરી વગર કામ કરતા હોવાનું ધ્યાને આવ્યું
  • સ્થાનિકોએ સેંકડો સહી કરી આવેદન પત્ર જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડ્યું
  • ભુમાફિયાઓને ઉગતા જ ડામવા માંગ 

WatchGujarat.  મોરબીના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પ્લોટ પચાવવાનું ષડયંત્ર સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સોસાયટીના પ્લોટમાં કોઇ પણ પ્રકારની પુર્વ મંજૂરી વગર કામકાજ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. અને ભુમાફિયાઓ વિરૂદ્ધ દાખલો બેસાડે તેવી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સમગ્ર મામલે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર, ચીફ ફાયર ઓફિસર, તથા મોરબી વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ બોર્ડના અરજી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં આવેલા લક્ષ્મીનરાયણ સોસાયટીના પ્લોટમાં ભુમાફિયાઓ સક્રિય થયા છે. ભુમાફિયા ચંદુ પટેલ અને સંજયભાઇ તથા વનમજીભાઇ વહેરે દ્વારા ટાઉન પ્લાનીંગ વિભાગની કોઇ પણ પ્રકારની પુર્વ મંજૂરી વગર ગેરકાદેસર રીતે પાર્કિંગ સહિતની સુવિધાઓ આપ્યા વગર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગેનું બાંધકામ શરૂ કરવા માટે પુર્વ મંજુરી લેવાની દરકાર પણ ભુમાફિયાઓએ લીધી નથી, કે સોસાયટીમાં રહેતા લોકોને આ અંગે કોઇ જાણ કરવામાં આવી નથી. આમ મનમાની રીતે સોસાયટીની પાછળની બાજુએ પાંચ જેટલી બિલ્ડીંગો બનાવવાનું આયોજન છે. આવા માફિયા તત્વોને સત્વરે અટકાવવા જરૂરી છે.

આ રીતે બહારના લોકો મોરબીમાં આવીને મોટી કમાણી કરવાના સ્પષ્ટ આશયથી સુવિધાઓ વિનાની બિલ્ડીંગો તૈયાર કરે છે. જેમાં આખરે ખરીદનારવે ભોગવવાનો વારો આવે છે. આ પ્રકારના તત્વોને રોકવા માટે અને ફરી કોઇ આવું કરવા ન પ્રેરાય તે માટે સ્થાનિકોએ સેંકડોની સંખ્યામાં સહિ કરેલો કાગળ જિલ્લા કલેક્ટર, ચીફ ફાયર ઓફિસર, તથા મોરબી વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ બોર્ડને સખ્યો હતો. અને તેમની સામે દાખલો બેસાડે તેવી કડક કામગીરી કરવા માટેની માંગ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud