• હાઇપ્રોફાઇલ દુષ્કર્મનો કેસ આરોપીને મળ્યા જામીન
  • નામદાર કોર્ટે CA અશોક જૈનના જામીન મંજૂર કર્યા
  • દુષ્કર્મની ફરિયાદ બાદ જેલમાં હતો અશોક જૈન
  • ધરપકડનાં 49 દિવસ બાદ અશોક જૈન જેલની બહાર આવશે

WatchGujarat.વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ ખાનગી યુનિવર્સિટીમાં લો ના અભ્યાસક્રમમાં ભણતી યુવતીએ અગ્રણી CA અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરૂધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.તાજેતરમાં દુષ્કર્મના બન્ને આરોપીઓ જેલમાં છે આજ રોજ આરોપી અશોક જૈનના જામીન અરજી અંગે વડોદરાની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.જેમાં નામદાર કોર્ટે અશોક જૈનના જામીન મંજૂર કર્યા છે. ધરપકડનાં 49 દિવસ બાદ અશોક જૈન જેલની બહાર આવશે.

વડોદરામાં 19 સપ્ટેમ્બરના રોજ હાઇપ્રોફાઇલ દુષ્કર્મનો કેસ ગોત્રી પોલીસ મથકમાં નોંધાયો હતો. સમગ્ર મામલે કેસ નોંધાયા બાદ પ્રથમ ગોત્રી પોલીસ ત્યારબાદ વડોદરા ક્રાઇમ બ્રાંચ અને ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી.ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટની જૂનાગઢ પોલીસની મદદથી જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો.જ્યારે SITએ અશોક જૈનને તિર્થક્ષેત્ર પાલિતાણાથી દબોચ્યો હતો તથા સમગ્ર મામલે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને હરિયાણાથી પકડી પાડવામાં આવ્યો હતો.તમામ આરોપીઓના પોલીસે અલગ-અલગ સમયે રિમાન્ડ માંગી પૂછપરછ હાથ ધરી હતી અને રિમાન્ડ પૂરા થતાં તમામને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા તેમજ શંકાસ્પદ ભૂમિકા ભજવનાર પૈકી CA અશોક જૈને પ્રથમ તેમની જામીન અરજી મૂકી હતી.જે અંગે આજ રોજ જામીન અરજીની વડોદરા સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સુનાવણી દરમ્યાન કોર્ટે બન્ને પક્ષે દલીલ સાંભળ્યા બાદ CA અશોક જૈનના જામીન મંજૂર કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud