WatchGujarat. IT અને કન્ઝ્યુમર શેરોમાં ઉછાળાને કારણે ભારતીય શેરબજાર આજે નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. મંગળવારે ટ્રેડિંગ સેશન દરમિયાન, નિફ્ટી પ્રથમ વખત 16,000 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ 426.08 પોઇન્ટ વધીને 53,378 થયો હતો, જે પણ એક નવી ઊંચી સપાટી છે. તમને જણાવી દઈએ કે મંગળવારે સ્થાનિક શેરબજાર (Share Market) મજબૂતી સાથે ખુલ્યું. સવારથી જ બજારમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોકાણકારો નાણાંનું રોકાણ કરી રહ્યા છે.

BSE સેન્સેટિવ ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) સવારે 180.39 પોઈન્ટ અથવા 0.34 ટકાના વધારા સાથે 53,131.02 પર ખુલ્યો. જયારે, નિફ્ટી (Nifty) 39.40 અંક અથવા 0.25 ટકાની મજબૂતાઈ સાથે 15,951.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. બજાર ખોલ્યાના થોડા સમય પછી, સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત વધારો થયો છે. સવારે 9.21 વાગ્યે, સેન્સેક્સ 238 પોઇન્ટ વધીને 53,174.97 પર પહોંચી ગયો હતો. હવે બજાર ઐતિહાસિક રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરો લાભ સાથે વેપાર કરી રહ્યા છે. જયારે, નિફ્ટીના 50 માંથી 37 શેરો વધ્યા છે.

આ શેરોમાં છે તેજી

BSE પર શરૂઆતના વેપાર દરમિયાન એશિયન પેઇન્ટ્સનો સ્ટોક 2.29 ટકા વધ્યો છે. આ પછી, HDFC, પાવર ગ્રીડ, TCS, Tech Mahindra ના શેર 1%થી વધુ વધ્યા છે. જયારે, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રા સિમેન્ટ, M&M, બજાજ ફાઇનાન્સ, મારુતિ, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, આઇટીસી, સન ફાર્મા, એસબીઆઇ (SBI), નેસ્લે ઇન્ડિયા, કોટક બેન્ક, એક્સિસ બેન્ક અને એલટી લાભાર્થી છે. આ ઉપરાંત આજે બજાજ ઓટો, ટાટા સ્ટીલ, NTPC, આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ છે ટોપ ગેનર્સ અને લુઝર્સ

NSE પર આજ ટોન ગેનર્સમાં ASIAN PAINT, HDFC, ADANI PORTS, POWER GRID અને TITAN નો સમાવેશ થાય છે. જયારે, લુઝર્સ વાળા શેરમાં GRASIM, JSW STEEL, ONGC, BAJAJ-AUTO અને એચસીએલ ટેક છે.

3,239 કંપનીઓના શેરમાં થઇ રહ્યો છે વેપાર

BSE પર 12.20 વાગ્યે, 3,239 કંપનીઓના શેરનો વેપાર થઈ રહ્યો છે. આમાં, 1,809 કંપનીઓના શેરમાં વધારો થયો છે, જ્યારે 1,306 કંપનીઓના શેર ઘટાડા પર વેપાર કરી રહ્યા છે. આજની કુલ માર્કેટ કેપ 2,39,14,567.18 પર પહોંચી ગઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud