• લાઠી બાબરાના પૂર્વ MLA બાવકુ ઉંધાડ દ્વારા અશ્લીલ વીડિયો શેર કરવામાં આવ્યો
  • ઉંધાડે વોટ્સએપ ગ્રુપ ગતિશીલ અમરેલીમાં મોડીરાત્રે ઉઘાડા વિડીયો મૂકી માનસિકતા છતી કરી
  • આ અંગેનું ભાન થતા તેમણે તરત જ વીડિયો ડીલીટ કરી દીધા હતા
  • સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ વાયરલ થતા શિસ્તબદ્ધ ભાજપ આ અંગે કોઈ પગલાં લેશે કે કેમ ?

WatchGujarat. લાઠી બાબરાના પૂર્વ MLA બાવકુ ઉંધાડ દ્વારા અશ્લીલ વીડિયો શેર કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ઉંધાડે વોટ્સએપ ગ્રુપ ગતિશીલ અમરેલીમાં મોડીરાત્રે ઉઘાડા વિડીયો મૂકી માનસિકતા છતી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગેનું ભાન થતા તેમણે તરત જ વીડિયો ડીલીટ કરી દીધા હતા. પરંતુ તેમ છતાં સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ વાયરલ થતા શિસ્તબદ્ધ ભાજપ આ અંગે કોઈ પગલાં લેશે કે કેમ ? સહિતનાં સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ રવિવારની મોડીરાત્રે લાઠી-બાબરાનાં પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડે એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કર્યો હતો. ગતિશીલ અમરેલી નામના આ વોટ્સએપ ગ્રુપમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપરાંત પ્રદેશના દિગજ નેતાઓ પણ સામેલ છે. એટલું જ નહીં સ્થાનિક મહિલા આગેવાનો – કાર્યકરો પણ આ ગ્રુપમાં હોય ઉંઘાડે પોસ્ટ કરેલા અશ્લીલ વિડીયોને લઈ ઉહાપોહ મચ્યો હતો. અને તરત જ ધારાસભ્ય મહાશયને આ અંગે જાણ કરવામાં આવતા જ તેમણે વિડીયો ડીલીટ પણ કરી નાખ્યો હતો.

જોકે ઉંધાડ આ વિડીયો ડીલીટ કરે તે પહેલાં કોઈએ તેનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો. અને આ સ્ક્રીનશોટ વીજળી વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બીજીતરફ ધારાસભ્યની આ હરકતને કારણે મહિલા આગેવાનો અને કાર્યકરો ધડાધડ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા. અને સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરો ઉપરાંત લોકોમાં પણ ઉંધાડે મૂકેલા ઉઘાડા વીડિયોને કારણે અનેક ચર્ચાઓ ચાલી હતી. સાથે શિસ્તબદ્ધ ગણાતા ભાજપનું હાઇકમાન્ડ આ મામલે ધારાસભ્ય મહાશય ઉપર પગલાં લેશે કે નહીં ? તે અંગે સવાલો ઉઠયા છે. ત્યારે આ સવાલોનો જવાબ તો સમય જ આપી શકશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક ધારાસભ્યએ આવા વિડીયો ગ્રૂપમાં મૂકી દીધા હતા. અને ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદનું નાટક કરવામાં આવ્યું હતું. જો કે આ ફરિયાદને લાંબો સમય વીતી જવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને પોલીસ તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે. ત્યારે ફરીવાર આવી જ ઘટના બનતા ભાજપનાં નેતાઓનાં શિસ્ત અને સંયમ સામે સવાલો ઉઠી રહ્યા છે. અને જિલ્લાની સાથે પૂર્વ મંત્રીજીનાં ચાહકોમાં પણ સોપો પડી ગયો છે. આ અંગે મીડિયા દ્વારા ઉંધાડનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે મંત્રીજી ન તો મીડિયાની સામે આવ્યા કે ન તો ફોનમાં જવાબ આપવાની હિંમત કરી. જેને લઈને તેઓ શુ જવાબ આપવો તે મનોમંથન કરતા હોવાની વાતો વહેતી થઈ છે.

Facebook Comments Box

Videos

Our Partners