નેત્રંગના બજારમાં છાપરા ઉપર દીપડો આરામ ફરમાવતો નજરે પડતા લોકોના જીવ પડીકે બંધાયા
વિડીયો ઉતારી રહેલા લોકો એકદમ જ દીપડો ઉભો થતા ઉભી પૂંછડીએ ભાગ્યા
WatchGujarat. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દીપડો સહિતના હિંસક વન્યજીવો અવારનવાર દેખાવાની ઘટના સામાન્ય છે પણ શહેરમાં દીપડો આવી ચઢે અને એ પણ દુકાનના છાપરે લટાર લગાવે ત્યારે શું થાય. કઈક આવું જ નેત્રંગ નગરમાં ગુરૂવારે બન્યું હતું. એક મહાકાય દીપડો નગરમાં આવી ચઢી છાપરે બેસેલો દેખાતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. વનવિભાગને જાણ કરવામાં આવતા તેઓ આવે તે પેહલા લોકોના ફફડાટથી ભયભીત બનેલો દીપડો પણ ક્યાંક નાસી છૂટ્યો હતો.
https://youtu.be/fL5RSG2-spY
ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે ગુરુવારે રહેણાંક વિસ્તારમાં એક મહાકાય દીપડો આવી ચઢ્યો હતો. જેના કારણે લોકોના જીવ પડીકે બંધાયા હતા. નેત્રંગ તેમ વાલિયા વિસ્તારમાં અવારનવાર દીપડા દેખા દે છે. અને ક્યારેક રહેણાંક વિસ્તારમાં મારણ કરવા આવી જતો હોય છે. અત્યાર સુધી ખેતરો, નદી કિનારે, સીમમાં, ગામમાં દેખાતો દીપડો હવે નગરમાં પણ ડોકાયો હતો.
આજરોજ નેત્રંગ પંથકમાં સવાર પડતા જ લોકોની આંખ ખુલતા છાપરે એક મહાકાય દીપડાના દર્શન થયા હતા. દીપડા ને રહેણાંક વિસ્તારમાં એક દુકાનના છાપરા પર આરામ ફરમાવતો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ દીપડો બજારમાં એક દુકાનના છાપરા પર ચઢી ગયો હતો. લોકોએ છાપરે બેઠેલા દીપડાને જોવા સાથે ફફડતા હૈયે વિડીયો ઉતારતા દીપડો પણ ટોળાને જોઈ ઘુરાયો હતો. દીપડો ઉભો થતા જ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
જો કે ત્યાર બાદ તે થોડી જ વારમાં ત્યાંથી નાસી છૂટ્યો હતો. દીપડાને જોઈ સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા. અને તેઓએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને દીપડાને પકડવા પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી છે