બાળકોને નવજીવન આપવા માટે પત્રકાર પિતાનો અંગદાનનો નિર્ણય
ગુજરાતમાં સૌપ્રથમ વાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનુ દાન કરાયું
WatchGujarat સુરત અંગદાનમાં હમેશાં અગ્રેસર રહ્યું છે. હવે સુરતના અઢી વર્ષીય બાળકના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી સાત વ્યક્તિને નવું જીવન આપવામાં સફળતા મળશે. ટૂંક સમય પહેલા સુરતથી ચેન્નાઈનું 160 મીનીટમાં 1615 કિ.મીનું અંતર કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી 4 વર્ષીય બાળકમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જયારે બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં 3 બાળકીઓને કરવામાં આવ્યું છે. #Organ #Donation
શહેરમાં રહેતા પત્રકાર સંજીવભાઈ ઓઝાનો અઢી વર્ષીય પુત્ર અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે અમૃતા હોસ્પિટલમાં ખસેડતા હાજર તબીબોએ તપાસ કર્યા બાદ બાળકનું બ્રેનડેડ હોવાનું જણાવ્યું હતું. સાથે તબીબોએ તમારી પાસે બે વિકલ્પ છે, ડોકટરોને જશ ની ટ્રીટમેન્ટ ધીમે ધીમે બંધ કરવાનું કહેવું અથવા તો તેના અંગોનું દાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા આગળ વધવું. ત્યારે પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા પિતાએ પુત્રના અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. #Organ #Donation
પત્રકાર પિતા સંજીવભાઈએ સંમતિ આપતાં જ કહ્યું કે તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર પછી પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી હતી. પુત્રનું અંગદાન કરતા સુરતથી ચેન્નાઈનું 160 મીનીટમાં 1615 કિ.મીનું અંતર કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી આપવામાં આવ્યું હતું. જ્યાં જશનું હ્રદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે રશિયાના 4 વર્ષના બાળકને જશના હ્રદયનું અને યુક્રેનના 4 વર્ષાના બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈની MGM હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.
https://youtu.be/FtLUZxDUXh8
રશિયા અને યુક્રેનના બે બાળકોને હૃદય અને ફેફસાંનું દાન કરાયું
ઓઝા પરિવાર તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની અને લિવરના દાન માટે જણાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ના હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. જ્યાં ROTTO મુંબઈમાં પણ આ બ્લડગ્રુપનું કોઈ દર્દી ના હોવાથી NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ના હોવાને કારણે ચેન્નાઈની MGM હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેનની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે બાળકોને હૃદય અને ફેફસાંની ફાળવણી કરવામાં આવી છે. #Organ #Donation
ગુજરાતની 3 બાળકીને બે કિડની અને લીવરનું દાન કરાયું
સુરતની અમૃતા હોસ્પિટલથી અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) હોસ્પિટલ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 180 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 13 વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી 17 વર્ષીય બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૨ વર્ષીય બાળકીમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. #Organ #Donation
ગ્રીન કોરીડોરથી અંગો મોકલાયા
હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે અમૃતા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 265 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. #Organ #Donation
More #Organ #Donation #IKDRC #SOTTO #NOTTO #ROTTO #Surat News