• કોળી સમાજનાં બે આગેવાન કુંવરજીભાઈ બાવળીયા અને દેવજી ફતેપરા એક મંચ ઉપર હાજર રહ્યા હતા
  • આ મિટિંગ પહેલા કોળી સમાજમાં ભંગાણ પડ્યું હોવાનું સામે આવ્યું છે
  • જે અંતર્ગત આજે સી. આર. પાટીલ સાથે કોળી સમાજની એક મિટિંગનું આયોજન કરાયું છે

Watchgujarat.ગત રવિવારે રણછોડદાસ બાપુના આશ્રમ નજીક કોળી સમાજનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કોળી સમાજનાં બે આગેવાન કુંવરજીભાઈ બાવળીયા અને દેવજી ફતેપરા એક મંચ ઉપર હાજર રહ્યા હતા. એટલું જ નહીં બંનેએ સમાજનાં હિત માટે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે મિટિંગ કરવા અને જો સમાજની અવગણના થતી જણાય તો પક્ષ બદલવા સુધીની તૈયારીઓ દર્શાવી હતી. જે અંતર્ગત આજે સી. આર. પાટીલ સાથે કોળી સમાજની એક મિટિંગનું આયોજન કરાયું છે. પરંતુ આ મિટિંગ પહેલા કોળી સમાજમાં ભંગાણ પડ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં દેવજી ફતેપરાએ જણાવ્યું હતું કે રામ-લક્ષ્મણની જોડી મેં નહીં કુંવરજીભાઈએ તોડી છે.

ફતેપરાનાં જણાવ્યા મુજબ, આજરોજ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે સમાજના મુખ્ય આગેવાનોની એક બેઠક મળનાર છે. કુંવરજીભાઈએ આ મિટિંગ માટે મારા સહિત સૌરાષ્ટ્રનાં અગ્રણીઓને સાથે લઈ જવા જોઈએ. પરંતુ તેઓ અચાનક મોટા ભાગના આગેવાનોને પડતા મૂકીને પાટીલને મળવા માટે નીકળી ગયા છે. આ સાથે જ કુંવરજીભાઈએ પડતા મુકેલા સમાજના આગેવાનો અને ભાજપનાં નેતાઓનાં નામ પણ તેમણે જણાવ્યા હતા. અને રામ-લક્ષ્મણની (કુંવરજી-ફતેપરા) જોડી કુંવરજીભાઈએ તોડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જોડી તોડવાનું કારણ તો કુંવરજીભાઇ જ કહી શકે આગામી સમયમાં મારી ભૂમિકા એક જ રહેશે કે, વેલનાથ સેનાનાં નામે જિલ્લા વાઇઝ સંમેલન યોજવામાં આવશે. જેમાં વેલનાથ સેનાનાં આગેવાનો સાથે બેઠક કરી સમાજનાં હિતમાં આગામી ચૂંટણી માટેની રણનીતિ ઘડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે ભાજપ અધ્યક્ષ પાટીલ સાથે મળનાર બેઠકમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કોળી આગેવાન દેવજી ફતેપરાને સાથે રાખવાનું નક્કી થયું હતું. પરંતુ બાવળીયા તેમને પડતા મૂકી અન્ય લોકો સાથે નીકળી જતા ફતેપરા નારાજ થયા છે. અને આગામી દિવસોમાં તેઓ દ્વારા કોળી સમાજનું સંમેલન બોલાવવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud