•  ધોળા દિવસે બ્રીજ ઉપર બાઇક મુકી યુવકે વિશ્વામિત્રી નદીમાં કુદી પડ્યો
  •  બ્રીજ પરથી પસાર થતાં વાહન ચાલકોએ આ દ્રશ્યો જોતા થંભી ગયા હતા.
  •  વિશ્વામિત્રી નદીમાં પડતા યુવક પર મગરે હુમલો કર્યો
  •  બ્રીજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

Watchgujarat.શહેરનો અકોટા દાંડીયા બજાર બ્રીજ અત્યાર સુધી અકસ્માતના બ્રીજ તરીકે ઓળખતા હતો. પરંતુ હવે અકોટા-દાંડીયાબજાર બ્રીજ સ્યૂસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાવા જઇ રહ્યો છે. કારણ કે, આજે બપોરના સમયે અચાનક એક બાઇક સવાર યુવકે બ્રીજ પરથી વિશ્વામિત્રી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે આ યુવકે બ્રીજ પરથી છલાંગ લગાવતા નદીમાં વસતા મગરે તેના ઉપર હુમલો કરી દીધો હતો. ફાયર બ્રીગેડ કે પોલીસ પહોંચે તે પહેલાજ સ્થાનિકોએ યુવકને બહાર કાઢી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

શહેરના અકોટા-દાંડીયા બજાર બ્રીજ પરથી ધોળા દિવસે એક બાઇક સવાર યુવકે મોતની છલાંગ લગાવી હતી. બ્રીજ ઉપર બાઇક ઉભુ રાખી કુદી પડેલા યુવકને જોઇ પસાર થઇ રહેલા વાહન ચાલકો પણ થંભી ગયા હતા. જોકે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રીગેડને કરવામાં આવી હતી.

બ્રીજ પરથી છલાંગ લગાવનાર યુવકે મોતને વ્હાલુ કરવા મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં કુદી પડ્યો હતો. નદીમાં પડતાની સાથે જ મગરે યુવક ઉપર હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતાં યુવકના પરિવારજનો પણ સ્થળ ઉપર દોડી આવ્યાં હતા. જોકે યુવકની માનસિક સ્થિતિ સાધરણ ન હોવાથી તેણે આ પગલુ ભર્યું હોવાનુ પરિવારે મીડિયાને જણાવ્યું હતુ. જોકે હાલ આ યુવકને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહીં છે.
પરંતુ યુવકે અચાનક આ રીતે બ્રીજ પરથી છલાંગ શા માટે લગાવી તે એક મોટો પ્રશ્નો છે ? જેથી યુવકના આ આપઘાતની પ્રયાસ પાછળનુ શુ કારણ છે તેની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ 37 વર્ષીય મયુર રાજુભાઇ નાયક જેઓ નાગરવાડા અમાલી ફળીયામાં રહે છે તેમણે બપોરે 2 30 વાગ્યે અકોટા બ્રીજ નજીક પરશુરામ ભઠ્ઠા પાસે વિશ્વામિત્રી નદી પસાર થાય છે તેમાં ઝંપલાવ્યું છે. તેઓને જમણા હાથ પર મગરના બાઇટનાં નિશાન છે અને પીઠમાં દર્દ હોવાની માહિતી મળી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud