ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ફિલ્ડ આસિસ્ટન્ટ ધીરૂભાઇ બબાભાઇ શર્મા પાસેથી આવકની સરખામણીએ 354.56 ટકા વધુ સંપત્તિ મળી
ફરજ દરમિયાન સત્તાનો દુરઉપયોગ કરીને વ્યાપક પાયે ગેરરીતી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અત્યાર સુધી વર્ગ - 1, 2, 3, ના કુલ મળીને 14 અધિકારીઓ સામે રૂ. 35.98 કરોડની અપ્રમાણસરની મિલ્કતના ગુના નોંધાયા
આણંદ. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ કચેરી ખાતે ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ધીરૂભાઇ બબાભાઇ શર્મા ફરજ નિભાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરઉપયોગ કરી ગેરરીતી આચરવામાં આવી હતી. જેને લઇને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ધીરૂભાઇ બબાભાઇ શર્માની રૂ. 8.04 કરોડની બેનામી સંપત્તિ મળી હતી. જેના અનુસંધાને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
[caption id="attachment_8417" align="aligncenter" width="1280"] ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગરના ફિલ્ડ આસિસ્ટન્ટ ધીરૂભાઇ બબાભાઇ શર્મા પાસેથી આવકની સરખામણીએ 354.56 ટકા વધુ સંપત્તિ મળી[/caption]
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની આણંદ ખાતે આવેલી કચેરીમાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ધીરૂભાઇ બબાભાઇ શર્મા ફરજ બજાવતા હતા. તેના કાર્યકાળ દરમિયાન ગેરરીતી અચરવા અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ તપાસમાં તેના દ્વારા સત્તાનો દુરઉપયોગ કરીને વ્યાપક પાયે ગેરરીતી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ધીરૂભાઇ બબાભાઇ શર્મા દ્વારા તેમના પરિવારના સભ્યોના નામે મિલ્કત તથા બેંક ખાતા અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજો એકત્રિત કરવામાં આવ્યા હતા. તમામનું વિશ્લેષણ બાદ તેની રૂ. 8.04 કરોડની અપ્રમાણસરની મિલ્કત મળી આવી હતી. જે તેની આવકની સરખામણીએ 354.56 ટકા વધારે હતી.
અત્યાર સુધીમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વર્ગ - 1, 2, 3, ના કુલ 14 આધિકારી વિરૂદ્ધ રૂ. 35.98 કરોડની અપ્રમાણસરની મિલ્કતના ગુના નોંધવામાં આવ્યા છે.