• ફિલ્મ જગતમાં ધક ધક ગર્લ ગણાતી માધુરી દીક્ષિત હિન્દી ફિલ્મના શૂટિંગ માટે પાવાગઢ પહોંચ્યા
  • માધુરી દીક્ષિતના ચાહકો તેમણે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
  • પ્રથમ દિવસે રોપ-વેના શૂટિંગ દરમિયાન માધુરીની એક ઝલક જોવા મળતા યાત્રાળુઓમાં ખુશીની લહેર

WatchGujarat. પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક ધરોહર ગણાતું (ચાપાંનેર) પાવાગઢ ખાતે ગત રોજ ફિલ્મ જગતમાં ધક ધક ગર્લ ગણાતી માધુરી દીક્ષિત હિન્દી ફીલ્મના શૂટિંગ માટે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ ચુસ્ત બંદોબસ્તને લઈ માધુરીને મળી ન શકતા ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી. જોકે શૂટિંગમાં જતા આવતા અભિનેત્રીએ ચાહકોને હાથ ઉંચો કરી અભિવાદન આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે માધુરી ત્રણ દિવસ સુધી પાવાગઢ ખાતે શૂટિંગ કરશે. જેમાં પ્રથમ દિવસે પાવાગઢ રોપ-વેનું શૂટિંગ હતું. જોકે રોપ-વે ખાતે શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિતની ઝલક જોવા મળતા યાત્રાળુઓમાં ખુશીની લહેર જોવા મળતી હતી. એક તરફ યાત્રાળુઓની યાત્રા ચાલુ હતી સાથે-સાથે ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ હતું. હિન્દી ફિલ્મની નાયીકા માધુરી દીક્ષિત આજે ” મેંરે પાસ માં હે ” ના હિન્દી ફીલ્મનું શૂટિંગ પંચમહાલ જિલ્લાનું ઐતિહાસિક ધરોહર ગણાતું ચાપાંનેર-પાવાગઢ ખાતે ત્રણ દિવસ માટે ચાલનાર છે. આ ફિલ્મના શૂટિંગ માટે આજે પાવાગઢ ચાંપાનેર ખાતે આવવાના છે. જેને લઇ તેના ચાહકો મોટી સંખ્યામાં શૂટિંગ પોઇન્ટ પર ઉમટી પડ્યા હતા. પરંતુ ચુસ્ત બંદોબસ્તને લઈ ચાહકો તેને મળી નથી શક્યા. જેથી ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી. જોકે શૂટિંગમાં જતા આવતા માધુરીએ ચાહકોને હાથ ઉંચો કરી અભિવાદન આપ્યા હતા.

પાવાગઢ ડુંગર અભિનેત્રી માધુરી દીક્ષીતના ફિલ્મના શુટિંગને લઇને ડુંગર પર પાર્કિંગ પ્લોટમાં વાહનોનો ખડકલો થઇ જતા પાર્કિંગની જગ્યા ટૂંકી પડી હતી. જેને લઇને યાત્રાળુઓને ડુંગર પર ઠેરઠેર વાહનો પાર્ક કરવાની ફરજ પડી હતી. જાણવા મળતી માહિતી મુજબ ફિલ્મ શૂટિંગ દરમિયાન અભિનેત્રીના શિડયુલમાં નિજ મંદિર ખાતે દર્શનાર્થે જવાનો કાર્યક્રમ નથી. પરંતુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અભિનેત્રીનું પાવાગઢ ખાતે પ્રથમ દિવસે સ્વાગત દરમિયાન અભિનેત્રીને માતાજીના દર્શનાર્થે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે અભિનેત્રી તેના વ્યસ્ત કાર્યક્રમમાંથી માતાજીના દર્શને જશે કે કેમ તે હાલમાં સ્પષ્ટ રીતે જાણવા મળેલ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud