• બાળકને હવે દત્તક આપવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે
  • દત્તક લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાશે
  • બાળકને હવે કોઇ પણ વ્યક્તિ દત્તક લઇ શકશે
  • પિતા સચિન દિક્ષીતે બાળકને દત્તક આપવા સંમતિ આપી

WatchGujarat. વડોદરામાં ચકચારી મર્ડર કેસમાં નોંધારૂ બનેલું બાળક હાલ સરકારની દેખરેખ હેઠળ છે. બાળકની માતાની હત્યાના ગુનામાં લીવ ઇન પાર્ટનર સચિન દિક્ષીત હાલ જેલ હવાલે છે. ત્યારે બાળકને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી શકાય તે માટે બાળકના પિતા અને માતાના લિવ ઇન પાર્ટનર સચિન દિક્ષીતે મંજૂરી આપી છે. આ વાતની જાણ બાળ અને મહિલા આયોગના અગ્રણી જાગૃતિ પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું.

ગાંધીનગર પાસે પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળામાં 8 ઓક્ટોબરે રાત્રે તરછોડાયેલા બાળકનું એક ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતે આ મામલાની ગંભીરતા લઈ તરછોડાયેલા બાળકની મુલાકાત લીધી હતી. સાથે જ સમગ્ર પોલીસની ટીમે તરછોડાયેલા બાળકના પિતા સચિન દિક્ષિતને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સચિને તેની લિવ ઇન પાર્ટનર અને બાળકની માતા મહેંદી પેથાણીની હત્યા કરી બાળકને ગાંધીનગર પાસે મુકી ભાગી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. હાલ સચિન દિક્ષીત જેલ હવાલે છે. ત્યારે બાળકને દત્તક લેવા માટે તેની મંજૂરી અનિવાર્ય હોવાને કારણે પ્રક્રિયા આગળ વધી ન હતી.

આખરે આજરોજ સચિન દિક્ષીત દ્વારા બાળકને દત્તક લેવા માટેની મંજૂરી આપી દીધી હોવાનું રાજ્યના બાળ અને મહિલા આયોગના અગ્રણી જાગૃતિ પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું. જેને પગલે હવે બાળકને દત્તક લેવા માટેની કાયદેસરની પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરાઇ શકે તેમ છે.

અત્રે ઉલ્લેખીય છે કે, ગૌ શાળામાંથી મળી આવેલું બાળકના મોઢા પરનું સ્મિત એટલું સરસ હતું કે, તેનું નામ સ્મિત પાડી દેવામાં આવ્યું હતું. હરકોઇ તેની સાથે રમવા માટે અને તેને સાથે રાખવા માટે ઇચ્છતું હતું. હાલ બાળક સરકારની દેખરેખ હેઠળ છે. હવે બાળકને દત્તક લઇ નવું જીવન આપવાનું સ્વપ્ન પુરૂ થઇ શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud