• કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પત્ની વચ્ચે વધુ એક કાનુની જંગ
  • દસ વર્ષથી પતિ-પત્નીના કોઇ જ સંબંધો ન હોવાના આધારે ડિવોર્સ માગ્યા
  • કેસની વધુ સુનાવણી 4થીમેના રોજ યોજાશે

WatchGujarat.કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે પત્નિ રેશ્મા પટેલ સાથે છેલ્લા 10 વર્ષથી પતિ-પત્નિના કોઇ જ સંબંધ ન હોવાનું જણાવીને કોર્ટમાં છુટાછેડા માંગતી અપીલ કરી છે. કેસની વધુ સુનાવણી 4થીમેના રોજ યોજાશે. ભરતસિંહે છુટાછેડાની અરજીમાં જણાવ્યું છે કે, વડોદરા રહેતાં રેશ્મા પટેલ સાથે અમેરિકામાં રજીસ્ટર્ડ લગ્ન થયા હતા. ભારતમાં પાંચ વર્ષ સુધી પતિ-પત્ની તરીકે રહ્યા હતા. તેઓ રાજકીય હોદ્દો ધરાવતા હોઇ તેનો લાભ લઇ રેશ્માબેન રાજકીય રસ દાખવી ત્રાહિત વ્યક્તિઓ સાથે રાજકીય સંબંધો વધારી રાજકીય અસ્તિત્વને તથા માન, મોભો, સામાજીક મર્યાદાને નુકશાન થાય તે રીતે વાણી-વિલાસ કરતા હતા.

મિડીયા રિપોર્ટ મુજબ ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ ગત તા. 28-07-1999ના રોજ લગ્નગ્રંથીથી જોડાયા હતા. 13 વર્ષ સુધી લગ્નજીવન બરાબર ચાલ્યા બાદ છેલ્લા 10 વર્ષથી દાંપત્યજીવનમાં તિરાડ પડી હતી. રેશ્મા પટેલેના આક્ષેપ પ્રમાણે ભરતસિંહનો સ્વછંદી સ્વભાવ અને અનેક મહિલાઓ સાથે સંબંધો ધરાવતા હોય આ બાબતે બંને વચ્ચે તકરાર થઇ હતી. લોકમુખે થતી ચર્ચા અનુસાર કોઇ વખત તો આ બાબતની બોલાચાલી ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હતી. બીજી તરફ ભરતસિંહના આક્ષેપ પ્રમાણે રેશ્મા પટેલ વારંવાર માનસિક ત્રાસ આપી પતિ-પત્નીના સંબંધો રાખતી ન હતી. તે ક્યારેય મારા વિશે સારું વિચારતી ન હતી. ભરતસિંહને કોરોના થયો ત્યારે પણ રેશ્મા પટેલે તેમના વિશે નકારાત્મક વિચારો કર્યા હતા. જુલાઇ માસમાં ભરતસિંહે પત્ની રેશ્મા પટેલ વિરૂદ્ધ અને રેશ્મા પટેલે ભરતસિંહ વિરૂદ્ધ જાહેર નોટિસો અને ચેતવણી આપતા આ મામલો વધારે ગરમાયો હતો.

Facebook Comments Box

Videos

Our Partners