• ફોનમાં PDFમાંથી જવાબ લખતી વેળા નર્મદ યુનિવર્સિટીની સ્કવોર્ડે પકડી લીધા હતા
  • પાંચેયને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ 500 દંડ કર્યો
  • જાન્યુઆરીમાં MBBSના જુદા જુદા યરની પરિક્ષા ઓફલાઇન લેવાઇ હતી

WatchGujarat.દરેકને ડોક્ટર બનવાનું સ્વપ્ન હોય છે પરંતુ ડોક્ટર બનવા માટે મહેનત કર્યા વિના છૂટકો નથી. એમાંય ચોરી કરીને પરિક્ષામાં પાસ થઇને ડોક્ટરની ડિગ્રી મેળવવી એ કેટલા અંશે યોગ્ય છે. કારણ કે ડોક્ટર એટલે ભગવાન, લોકોના જીવન સાથે ચેડા કરનાર ડોક્ટર જ જો ચોરી કરતા ઝડપાય તો પછી અન્ય વિદ્યાર્થીનું શુ વિચારવું ? આવો જ કિસ્સો સુરતમાં સરકારી મેડિકલ કોલેજમાં જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ સરકારી મેડિકલ કોલેજમાંથી 5 વિદ્યાર્થી ચોરી કરતા પકડાયા છે. ફોનમાં PDFમાંથી જવાબ લખતી વેળા નર્મદ યુનિવર્સિટીની સ્કવોર્ડે પકડી લીધા હતા. પાંચેયને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ 500 દંડ કર્યો છે. જાન્યુઆરીમાં MBBSના જુદા જુદા યરની પરિક્ષા ઓફલાઇન લેવાઇ હતી. જેમાં સ્કવોર્ડે સેકન્ડ યરના ૩ અને થર્ડ યર પાર્ટ એકના 2 એમ 5 વિદ્યાર્થીને ફોન સાથે પકડયા હતા. જેઓ હેડ ફોન લગાડી કે પછી બીજા ફોનમાંથી જવાબ લખતા પકડાયા હતા.

જ્યારે યુનિવર્સિટીએ ગુરૂવારે 30 વિદ્યાર્થીનું હિયરિંગ કર્યુ હતુ. વિદ્યાર્થીઓએ ભુલ કબૂલી લેતા તેમને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ 500 દંડ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ પરિક્ષામાં વોટ્સએપ પર ગ્રુપ બનાવી તેમાં જવાબોના સ્ક્રિનશોર્ટ એક બીજાને મોકલતા હતા. જેથી યુનિવર્સિટીએ આવા 15 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ.500 દંડ કર્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners